મહેસાણા : મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં કડી વિધાનસભા પેટાચૂંટણી અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં ચૂંટણી સંબંધિત વિવિધ નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી સ્ટાફની નિમણૂક, રેન્ડમાઈઝેશન અને તાલીમના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું.

તેમણે ઈવીએમ-વીવીપેટના રેન્ડમાઈઝેશન, મટીરીયલ મેનેજમેન્ટ અને વાહનોની વ્યવસ્થા અંગે પણ સૂચનાઓ આપી હતી. મીડિયા મોનિટરિંગ અને પ્રચાર-પ્રસિદ્ધિની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો જિલ્લાના તમામ અધિકારીઓ, કચેરીઓ,

ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે એમસીસી નોડલ ઓફિસરને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ કર્મચારીઓ માટે બ્રિફિંગ, તાલીમ અને રહેવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી.


