ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાની 57 ગ્રામ પંચાયતોની આગામી 22 જૂનની ચૂંટણી માટે સરપંચ પદે 265 અને સભ્ય પદે 655 ઉમેદવારી પત્રો નોંધાયા ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ભારે ધસારો જોવા મળ્યો. સૌથી વધુ ઉમેદવારી પત્રો ઉદલપુર ગામમાં 17, સદુથલામાં 11 તેમજ તરભ, કાંસા અને કમાણામાં 10-10 ફોર્મ ભરાયા
તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં સરપંચ બિનહરીફ જાહેર થયા આ પંચાયતોમાં ચિત્રોડા મોટા, કાંમલપુર(ગોઠવા), કંકુપુરા(ગોઠવા), ખરવડા, કિયાદર, લક્ષ્મીપુરા(ભાલક), ઘાઘરેટ, બાજીપુરા, રામપુરા(લાછડી), બાસણા અને જેતલવાસણાનો સમાવેશ થાય છે. બિનહરીફ થયેલા સરપંચોમાં લક્ષ્મીપુરા-ભાલકથી પુષ્પાબેન પટેલ,
કાંમલપુર ગોઠવાથી ઇજુબેન ચૌધરી, બાજીપુરાથી ધિરલબેન પટેલ, ચિત્રોડા મોટાથી લીલાબેન ચૌધરી, ઘાઘરેટથી ચેતનાબેન પટેલ, કિયાદરથી રમેશભાઈ પરમાર, ખરવડાથી ભરતભાઈ ચૌધરી, રામપુરા લાછડીથી જગદીશભાઈ ચૌધરી, કંકુપુરા ગોઠવાથી રાકેશજી ઠાકોર, બાસણાથી હેનિબેન ચૌધરી અને જેતલવાસણાથી જયરામભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.


