મહેસાણામાં નકલી પોલીસ બની લૂંટ કરનાર ૩ ઈસમો ને 1 દિવસના રિમાન્ડ કોર્ટે એ મંજૂર કર્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા: મહેસાણાના પાલાવાસણા બસ સ્ટેન્ડ પાસે બે દિવસ અગાઉ મોડી રાત્રે નકલી પોલીસ બનીને ટ્રકને થોભાવી રૂપિયા 8 હજારની લૂંટ કરનાર વડોસણના 3 શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા ત્રણેય શખ્સોને ચીફ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર રોડલાઈનના નદાસાના જીતેન્દ્ર પટેલની માલિકીની ટ્રક(જીજે-02 એક્ષએક્ષ-8211) નો ડ્રાઈવર સંદીપ યાદવ ઈકબાલગઢથી સાંતેજ જઈ રહ્યો હતો તે સમયે પાલાવાસણા પાસે પોલીસની નેઈમ પ્લેટ લખેલી અલ્ટો ગાડી (જીજે-02 ડીઈ-5704)માં બેસેલા 3 શખ્સોએ ટ્રકને રોકીને રૂપિયાની માગણી કરી હતી.

ડ્રાઈવરે મનાઈ કરતાં ફેંટ પકડી, ચપ્પુ બતાવીને ત્રણેય શખ્સો રૂપિયા 8 હજારની રોકડની લૂંટ કરીને ભાગી ગયા હતા. તાલુકા પોલીસે ગુનો નોંધી વડોસણના લાલાજી બળદેવજી ઠાકોર(26), ચિરાગજી સોમાજી ઠાકોર(23) અને આકાશજી પ્રભાતજી ઠાકોર(21) ની ધરપકડ કરીને ચીફ કોર્ટમાં રજૂ કરીને હકીકત જણાવતા નહી હોવાથી 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે મંગળવાર સાંજે 4 વાગ્યા સુધી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.