સંઘની બહાર આવેલ રેલિંગ સાથે નાયલોનની દોરીથી ગળે ટૂંપો ખાધેલ હાલતમાં લાશ મળી.
બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેર ખાતે આવેલ માર્કેટયાર્ડમાં આવેલા જિલ્લા ખરીદ વેચાણ સંઘની બહાર આવેલ રેલિંગ સાથે નાયલોનની દોરીથી ગળે ટૂંપો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી
પાલનપુર માર્કેટ યાર્ડમાં આજરોજ હંગામી સફાઈ કામદારની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે આવેલ જીલ્લા ખરીદ વેચાણ સંઘ ની બહાર રેલિંગ પર નાયલોન ની દોરી થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં હંગામી
સફાઈ કામદારની લાશ મળતાં લોકોના ટોળા એકત્રિત થયા હતા અને સ્થાનિક લોકોએ પાલનપુર પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જોકે આ સફાઈ કામદારની હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલ તો સફાઈ કામદારની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે
તસવિર અને આહેવાલ :જયંતિ જયંતિ મેટિયા- પાલનપુર


