ગરવી તાકાત સરસ્વતી પાટણ : ભારતીય સંસ્કૃતિમાં તહેવારોમાં અનેરો સંગમ હોય છે.ત્યારે સરસ્વતી તાલુકામાં આવેલા સરીયદ ગામમાં એક જ દિવસે ત્રિવેણી ઉત્સવ અખાત્રીજ.પરશુરામ જયંતિ અને ઈદ ઉલ ફિતર ની ઉજવણી કરવામાં આવી.પરશુરામ જયંતિ અને ઈદ ઉલ ફીતર ની ઉજવણી સરીયદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી.
ગામની અંદર એકતા નું વાતાવરણ જળવાઈ રહે તેમજ લોકો હળીમળીને રહે તે માટે પોલીસ સ્ટેશનના જમાદાર ભુપેન્દ્રસિંહ તેમજ સરીયદ ગામના સરપંચ ભરતભાઇ જોશી દ્વારા સૌના મોં મીઠા કરાવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરશુરામ જયંતિ અને ઈદ મુબારક ની શુભકામનાઓ પાઠવી હતી
.આ પ્રસંગે ગામના આગેવાનો તેમજ લોકો એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.આમ એક જ દિવસે તહેવારો ના ત્રિવેણી સંગમને લોકો એ શાંતિપૂર્ણ રીતે આનંદ મેળવ્યો હતો.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ : સરસ્વતી પાટણ