ગરવી તાકાત કાંકરેજ : થરા ઇદગાહ ખાતે મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાજ અદા કરી એકબીજાને ગળે મળ્યા હતા અને ઈદની મુબારક બાદ પાઠવી હતી મુ
સ્લિમ સમાજ માં આ તહેવાર ને બકરા ઈદ, ઉલ અઝહા અથવા તો ઈદ ઉલ જુહા તરીકે ઉજવવામાં આવે છે બકરી ઈદ રમજાનનો પવિત્ર મહિનો સમાપ્ત થવાના લગભગ ૭૦ દિવસો બાદ માનવામાં આવે છે
સ્લિમ સમાજ માં આ તહેવાર ને બકરા ઈદ, ઉલ અઝહા અથવા તો ઈદ ઉલ જુહા તરીકે ઉજવવામાં આવે છે બકરી ઈદ રમજાનનો પવિત્ર મહિનો સમાપ્ત થવાના લગભગ ૭૦ દિવસો બાદ માનવામાં આવે છેબકરી ઈદ પર કુરબાની આપવામાં આવે છે અને બકરી ઈદ ફર્ઝ એ કુરબાની નો દિવસ તરીકે મનાવવામાં આવે છે ઇસ્લામ માં મુસ્લિમો અને ગરીબો નું ખાસ ધ્યાન રાખવા ની પરંપરા છે આ કારણ થી જ ગરીબો નું વિશેષ ધ્યાન રાખી આં દિવસે કુરબાની આપ્યા બાદ ગોસ્ત નાં ત્રણ ભાગ કરવામાં આવે છે
આ ત્રણ ભાગ માં પોતાનાં માટે એક ભાગ રાખવામાં આવે છે અને બાકીના બે ભાગ ગરીબ અને જરૂરિયાતમંદ માં વહેચી દેવામાં આવે છે જેના મારફતે મુસ્લિમ લોકો પહેગામ આપે છે કે તેઓ પોતાનાં હદયથી નજીક વસ્તુ પણ બીજાની ખુશીઓ માટે અલ્લાહ ની રાહ માં કુરબાની કરી દે છે આજના દિવસે હજરત ઇભ્રાહિમ અલય સલામેએ પોતાનાં દિકરા હઝરત ઇસ્માઇલને આ દિવશે ખુદાના હુકમ પર ખુદાની રાહ મા કુરબાની જતા ખુદાએ ફરિશ્તાઓ ને મોકલી દીકરાની જગ્યાએ દુબ્બા ને મૂકી દીધો હતો જેથી દુબ્બો કુરબાન થયો હતો તેમની યાદમાં ઈદ,-ઉલ -અઝહા માનવામાં આવે છે . એટલે કે બકરી ઈદ પણ કહેવાય છે આમ થરા નાં દરેક મુસ્લીમ ભાઈઓ સાથે મળીને ઈદ ની નમાઝ અદા કરી હતી. અને થરા નાં કબ્રસ્તાન દરેક મરહૂમ ની કબર પર ફુલ ફાતિહા પઢીયા હતા ..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


