મહેસાણા ટ્રાફીક પોલીસ પર ફરજ દરમ્યાન હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. શહેરના મોઢેરા સર્કલ પર બે ટ્રાફીક જવાન ફરજ પર હતા તે દરમ્યાન એક ઈકો ચાલકને રોકી ચેકીંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે તેમની ઉપર હુમલો થયો હોવાનુ સામે આવ્યુ છે. બાદમાં આરોપીઓની અટકાયત કરી તેમની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કોરોના મહામારી દરમ્યાન લોકડાઉન અને કર્ફ્યુના કારણે કામધંધા પડી ભાગ્યા છે. તેની સામે કમરતોડ મોંઘવારીને કારણે સામાન્ય/ગરીબ લોકો જેમ તેમ કરીને દિવસો ગુજારી રહ્યા છે. મોઘવારી અને લોકડાઉનની માર ફેરીયાઓ,લારી,ગલ્લા વાળા તેમજ ઈકો/રીક્ષા સહન કરી રહ્યા છે. જેમાં વધતા જતા ક્રુડ ઓઈલના ભાવ તથા “હપ્તારાજના” કારણે ઈકો ચાલકોને તેમના પરિવારના લોકોનુ પેટ ભરવામાં પણ ફાંફા પડી રહ્યા છે. એવામાં ટ્રાફીક પોલીસ દ્વારા માસ્ક અને અન્ય નિયમો બતાવી સામાન્ય/ગરીબ લોકો પાસેથી મોટા પાયે દંડ વસુલવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે લોકોનુ Frustration આવી રીતે બહાર આવે તે અંચબીત કરે તેવુ નથી. મહેસાણા ટ્રાફીક પોલીસ કર્મી પર થયેલ આ હુમલો તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે. આવી કપરી પરિસ્થિતીમાં પોલીસ ડીપાર્ટમેન્ટે પણ કડકાઈ નહી પણ સહેલાઈ વાળો અભિગમ અખત્યાર કરવો અપેક્ષીત છે.
શહેરના એએસઆઈ ઈમરાનઅલી અને અનઆર્મ એએસઆઈ અવેજખાન ડ્યુટી દરમ્યાન મોઢેરા સર્કલ પર એક ઈકો ચાલકને રોકી તપાસ કરી રહ્યા હતા. જેમાં વાહનમાં બેસેલા શખ્સો પૈકી 1 જણે માસ્ક નહોતુ પહેર્યુ તેની કાર્યવાહી વખતે ઈસમોએ બન્ને ટ્રાફીક કર્મી સાથે મારપીટ કરી હતી. જેથી આરોપીઓની અટકાયત કરી તેમને મહેસાણા બી ડીવીઝન પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં મારપીટ કરનાર આરોપીના નામ સબ્બીર ઇદ્રીશભાઇ સૈયદ અને યુનુશ ઇદ્રીશભાઇ સૈયદ, રહે સમીવાળા હોવાનું સામે આવ્યુ હતુ. જેથી તેમની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.