આજે વહેલી સવારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી

December 8, 2023

કચ્છના રાપરમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તો બીજી તરફ, મેઘાલયના શિલોંગમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, તમિલનાડુના ચેંગલપટ્ટુમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ અને કર્ણાટકના વિજયપુરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

કચ્છ તા. 08- આજે વહેલી સવારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી હતી. ગુજરાત સહિત દેશના 4 રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કચ્છના રાપરમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તો બીજી તરફ, મેઘાલયના શિલોંગમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, તમિલનાડુના ચેંગલપટ્ટુમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ અને કર્ણાટકના વિજયપુરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો.

આજે ભારતના અનેક રાજ્યોમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કર્ણાટકના વિજયપુરા, ગુજરાતના કચ્છના રાપર તાલુકામાં, તમિલનાડુના ચેંગલપટ્ટુ તથા મેંઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કર્ણાટકના વિજયપુરામા સવારે 6.52 કલાકે 3.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. તો ઉત્તરી તમિલનાડુના ચંગલપટ્ટુ જિલ્લામા શુક્રવારે સવારે 7.39 કલાકે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જે જમીનથી 10 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ અનુભવાયું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 રહી. તો ગુજરાતના કચ્છ જિલ્લામાં સવારે 9 કલાકે રાપર તાલુકામાં 3.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. 

કચ્છમાં આવી રહ્યા છે સતત આંચકા – ગરમી અને ઠંડી ઋતુ ફેરફાર થતા કચ્છના વિવિધ વિસ્તારોમાં આંચકાઓ શરૂ થયા છે. કચ્છમાં ઠંડીની સીઝનની શરૂઆત થતાં જ ભૂકંપના આંચકાઓનો દોર શરૂ થયો છે. હાલ ઠંડી હોવાથી કચ્છમાં સતત ધરતીમાં કંપન થઈ રહ્યું છે. છેલ્લા પંદર દિવસથી કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. જેમાં આજે સવારે 9 વાગ્યે કચ્છના રાપરમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો હતો. જેમાં રાપરથી 19 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સતત આવી રહેલા આંચકાને કારણે કચ્છવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતની ધરા સતત ધૂર્જી રહી હતી. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહી છે. પરંતું હવે ગુજરાતમાં પણ ભૂકંપની સીઝન બદલાઈ છે. સીઝન બદલાતા જ કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. સતત બીજા દિવસે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂકંપ કેવી રીતે આવે છે? – સામાન્ય રીતે સમજી લો કે ઉપરથી શાંત દેખાતી ધરતીની અંદર હંમેશા ઉથલ-પુથલ ચાલુ રહે છે. પૃથ્વીની અંદર હાજર પ્લેટો એકબીજા સાથે અથડાતી રહે છે, જેના કારણે દર વર્ષે ભૂકંપ આવે છે. ધરતીકંપનું વિજ્ઞાન સમજતા પહેલા આપણે પૃથ્વીની નીચે હાજર પ્લેટોની રચનાને સમજવી પડશે.ો ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાત અને ખાનગી યુનિવર્સિટીમાં શિક્ષક ડૉ. ગુંજન રાય કહે છે કે આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે જે ઊર્જા બહાર નીકળે છે તેને ભૂકંપ કહેવાય છે. ડૉ. રાયના જણાવ્યા અનુસાર પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ દરમિયાન કોઈ પ્લેટ કોઈની પાસેથી ખસી જાય છે તો કોઈની નીચેથી સરકી જાય છે. આ દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0