પાંચ કરોડથી અધિકનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત છે છતાં એક લાખ વેપારીઓએ નિયમોનો ભંગ કર્યો

November 10, 2023

વન નેશન, વન ટેક્સ હેઠળ દાખલ કરાયેલા જીએસટીને છ વર્ષ જેવો સમય થઇ ગયો હોવા છતાં ટેક્સ ચોરીના હજારો કિસ્સા 

એક લાખ વેપારીઓએ GST ના ઇ-ઇન્વોઇસ નિયમોનો ભંગ કર્યાનો ધડાકો

ગરવી તાકાત, તા. 10 – વન નેશન, વન ટેક્સ હેઠળ દાખલ કરાયેલા જીએસટીને છ વર્ષ જેવો સમય થઇ ગયો હોવા છતાં તે ફુલપ્રુફ બની શકી નથી અને ટેક્સ ચોરીના હજારો કિસ્સા પ્રકાશમાં આવી જ રહ્યા છે જ્યારે એક લાખ નાના-મધ્યમ દરજજાના વેપાર-ઉદ્યોગકારોએ ઇ-ઇન્વોઇસ નિયમોનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

જામનગરમાં 34.44 કરોડની જીએસટી ચોરીના કૌભાંડમાં અમદાવાદનાં વેપારીની સંડોવણી  | Ahmedabad businessman involved in 34 44 crore GST evasion scam in Jamnagar

પાંચ કરોડથી અધિકનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત છે પરંતુ એક લાખ જેટલા વેપારીઓએ નિયમોનો ભંગ કર્યાનું ખુલ્યું છે. ઇ-ઇન્વોઇસ વેપાર વ્યવહારની સાથે જ નજરેટ થઇ જતા હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટની તાબડતોડ માહિતી મળી જતી હોય છે અને બોગસ ક્રેડિટ મેળવવાની આશંકા ઓછી થઇ જતી હોય છે.

જીએસટી વિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે, 5 થી 6 કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જ મોટાભાગેં નિયમોનો ભંગ કર્યો હતો. તેઓએ કહ્યું કે 20 થી 30 ટકા વેપારીઓ દ્વારા આ વિશે હજાુ જાણ પર કરવામાં આવી નથી અને તંત્ર દ્વારા નોટીસો આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇ-ઇન્વોઇસ નિયમ પાલન અસરકારક રીતે થાય તે માટે દાખલ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી વેચાણ વ્યવહાર પારદર્શક રીતે થાય છે અને ભૂલ-વતિની શક્યતા ઓછી રહેવા સાથે મીસમેચની શક્યતા ઓછી હોય છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0