મહેસાણામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગે 54 સ્થળે મીઠાઈઓની દુકાનમાં દરોડા પાડી સંતોષ માની લીધો છે. પરંતુ જીલ્લામાં નકલી ઘી બનાવતાં આરોપીઓ વિરૂધ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.
મહેસાણા જીલ્લામાં નકલી ઘી એવી રીતે વહેચાઈ રહ્યુ છે કે ગમે તેવો જાણકાર પણ છેતરાઈને નકલી ઘીની ખરીદી કરી લે. મહેસાણા જીલ્લામાં ફુડ વિભાગે માત્ર 54 સ્થળે નામ પુરતા દરોડા પાડી સંતોષ માની લીધો છે. જેમાં માત્ર મીઠાઈઓના સેમ્પલ જ લેવામાં આવ્યા છે. ત્યારે જીલ્લાની લગભગ 5000 જેટલી દુકાનો પર કોઈ તપાસ કરવામાં આવી નથી. દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ડુપ્લીકેટ ઘીનુ ધુમ વેચાણ થઈ રહ્યુ છે. ત્યારે મહેસાણાના વિસનગર, વડનગર, ઉંઝા, સતલાસણા સહીતના વિસ્તારોમાં બેરોકટોક નકલી ઘીનુ વેચાણ ચાલી રહ્યુ છે. જો સ્થળો પર ફુડ સેફ્ટી વિભાગના અધિકારીઓ રેઈડ પાડી સેમ્પલ ટેસ્ટ કરે તો મોટા પ્રમાણમાં નકલી ઘીનુ કૌભાંડ સામે આવે તેમ છે. નકલી ઘીના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા વેપારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તો અનેક લોકોને થઈ રહેલા સ્વાસ્થ્યના નુકશાનને રોકી શકાય એમ છે.
મહેસાણાના વિસનગર, વડનગર, ઉંઝા, સતલાસણામાં કેમીકલ, ચરબી, બટાકા, કેડમિયમ, ઝીંક જેવા પદાર્શો ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. જેથી સુંગઘ અને દેખાવથી લોકો ઓળખી પણ ના શકે કે આ નકલી ઘી છે. આ ડુપ્લીકેટ ઘીનુ સેવન કરવાથી સ્ત્રીઓને ગર્ભપાત, કેન્સર,પેટ દર્દ જેવી સમષ્યાઓ પણ જોવા મળે છે. જેથી આ નકલી ઘીનો વેપાર કરનારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
આ સમગ્ર મામલાથી ફુડ એન્ડ ડ્રગ વિભાગ માહીતગાર હોવા છતાં કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતાં ફુડ સેફ્ટી વિભાગની ભુમીકા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે ઘીના વેપારીએ જણાવ્યુ હતુ કે, અમે સરકારી બાબુઓને હપ્તા આપીય છીયે એટલે અમારૂ કોઈ કશુ જ બગાડી શકે એમ નથી અને અમને કોઈના બાપનો ડર નથી, જેને જે ઉખાડવુ હોય તે ઉખાડી લે, અમારા ઘીના ગોડાઉન ચાલુ જ રહેવાના છે. દર મહિનાની 1 થી 10 તારીખ દરમ્યાન અમે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને 50-50 હજાર રૂપીયા આપીયે છીયે.
તમને જણાવી દઈયે કે,મહેસાણા જીલ્લામાં વડનગર, વિસનગર, વિજાપુર જેવા અન્ય શહેરોમાં ત્રણ ચાર મોટા વેપારીઓ નકલી ઘી ગામડાઓમાં હોલસેલના ભાવે પહોંચાડે છે. મહેસાણામાં બની રહેલ નકલી ધી રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ પહોંચે છે. જેમાં અમદાવાદ, સુરત જેવા શહેરો પણ સામેલ છે.