મહેસાણા એલસીબીની ટીમે ડબ્બા ટ્રેડીંગના આરોપીઓને નકલી સીમકાર્ડ કાઢી આપ્યાં હતા
ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ડમી સીમકાર્ડની ફરિયાદ નોંધાઇ હતી
Sohan Thakor -મહેસાણા તા. 22- મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વ હેઠળ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના ડબ્બા ટ્રેડીંગ છેતરપિંડીના જે ગુનાની તપાસ મહેસાણા એલસીબી ખાતે ચાલુ હતી. તે ગુન્હાની એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભીનાઓ વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપીકો કલમ 419, 420 મુજબના ગુન્હાની તપાસ કરી રહ્યાં હતા. આ ગુન્હામાં આરોપીઓએ જે જગ્યાએથી સીમકાર્ડ વડનગર, ખેરાલુ, માણસામાં રહેતા દેવીપૂજક તથા ઠાકોર સમાજના માણસોના નામના સીમકાર્ડ અને સરનામા હતા જે બાબતે તેઓના ઘરે જઇ પુછપરછ કરતાં તેઓએ પોતે સીમકાર્ડ ખીદેલા ન હોવાનું જણાવ્યું હતું.

બીજા કોઇ ઇસમે તેઓની જાણ બહાર સીમકાર્ડ કાઢી તેનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો જે સીમાકાર્ડ પૈકીના 16 જેટલા સીમકાર્ડ રીન્કેશકુમાર અશોકભારથી ગોસ્વામી રહે. હાલ નાગલપુર, નવરંગ ટાઉનશીપ મહેસાણાવળો મૂળ વતન સિદ્ધપુર બિન્દુ સરોવર કદમવાડી વાળો હોવાનું આધાર પુરાવાનો ખોટો ઉપયોગ કરીને સીમકાર્ડ કાઢેલ હોય જે આરોપીને મહેસાણા નાગલપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પુછપરછ કરતાં આ સીમકાર્ડ કાઢી આપવાના બદલામાં આરોપી 500 રુપિયા લેખે વડનગર તથા વિસનગર ખાતે વેચાણ કર્યા હતા.
પકડાયેલ આરોપી રિન્કેશ ગોસ્વામી પોતે વોડાફોન કંપનીનું ડેમો કાર્ડ ધરાવે છે અને જે ડેમો કાર્ડથી ગામડાઓમાં જઇ મફત સીમકાર્ડ વેચાણ કરતો હતો અને જે સીમકાર્ડ લેવા સારુ આવે તેના ફોટો તથા ફીંગરથી બે સીમકાર્ડ એક્ટીવેશન કરતો અને એક સીમકાર્ડ સીમધારકને આપતો અને બીજુ સીમકાર્ડ પોતે રાખી વધુ કિંંમતે વડનગર ખાતે વેચાણ કરતો હતો. આ આરોપી વિરુદ્ધ અગાઉ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમી સીમકાર્ડ એક્ટીવેશન મામલે બે વર્ષ અગાઉ પણ ગુનો નોંધાયો હતો.


