વિસનગર તાલુકાના ભાન્ડુપુરા પાસે કાર ચાલકે એકટીવાને ટક્કર મારતાં ચાલકનું મોત 

શેર કરવા અહીં ક્લિક કરો.

વિસનગરના ભાન્ડુપૂરા નજીક ગાડી ચાલકે ટક્કર મારતાં એક્ટિવાચાલકનું સારવાર દરમિયાન મોત

મૃતક એક્ટિવા ચાલકના પુત્રએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

ગરવી તાકાત, મહેસાણા તા. 14 – વિસનગર તાલુકાના ભાન્ડુપૂરા નજીક જેતલવાસણા તરફ વળતા એક્ટિવા ચાલકને ઊંઝા તરફથી પુરઝડપે આવી રહેલ ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક્ટિવા ચાલક નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક્ટિવા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતક એક્ટિવા ચાલકના પુત્રએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Youth killed when loading chits Activa in Parimal underbridge | Sandesh

તાલુકાના સાતુસણા ગામના મણીભાઈ કાનજીભાઈ પટેલ એક્ટિવા નંબર CG.07.LK.9466 લઈ મહેસાણા ઊંઝા હાઇવે રોડ પર ભાન્ડુપુરા નજીક જેતલવાસણા તરફ વળી રહ્યા હતા. તે દરમિયાન ઊંઝા તરફથી પુરઝડપે આવી રહેલી ફોર વ્હીલ ગાડી નંબર GJ.02.AP.7981 એ એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં ટક્કર મારતા મણીભાઈ નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગંભીર ઇજાઓ પહોંચતા મણીભાઈ પટેલને સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા મણીભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે આ અંગેની જાણ એમના દીકરા હિરેન પટેલને કરતા ગાડીચાલક વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.