અમીરગઢ પોલીસે આ રુપિયા ક્યાથી લાવ્યાં હતા અને ક્યાં લઇ જવાના હતા તે દિશામાં તપાસ આદરી
અમદાવાદ પાર્સિંગની બ્રેઝા કારમાં 79 રોકડ રકમ સહિત એકની અટકાયત કરાઇ
અમીરગઢ પોલીસે રુટિંગ ચેકિંગ દરમિયાન બ્રેઝા કાર તપાસ કરતાં રોકડ રકમ મળી આવી
ગરવી તાકાત, અમીરગઢ તા. 26- અમીરગઢ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ગાડી માં 79 લાખ કેસ સાથે એક ઇસમની અટકાયત રાજસ્થાનનાં સિરોહીથી ગુજરાત ના અમદાવાદ જઈ રહી હતી ગાડી અમીરગઢ ગુજરાત રાજસ્થાન ને જોડતી બોર્ડર પર ચેકીંગમાં ઝડપાઈ હતી.

અમદાવાદ પાર્સિગની એક બ્રેઝા કાર રાજસ્થાનના સિરોહીથી અમદાવાદ તરફ જઇ રહી હતી. આ દરમિયાન બ્રેઝા કાર અમીરગઢ બોર્ડર પાસે આવતાં બોર્ડર પર અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન બ્રેઝા કાર અટકાવી તેમાં તપાસ કરતાં કારમાંથી 79 લાખ રુપિયાની રોકડ રકમ મળી આવતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.
દરમિયાન પોલીસે કાર અને 79 લાખ રુપિયા કબજે કરી કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. ત્યારે અમીરગઢ પોલીસે કારના ચાલક સાહિલ પ્રકાશભાઇ પ્રજાપતિની પુછપરછ હાથ ધરી હતી અને એ તપાસ કરી રહી છે કે 79 લાખ રુપિયા જેટલી આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યાં હતા અને કોણે આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


