મહેસાણા જિલ્લા પોલીસતંત્રમાં PI અને Psiના તબદલામાં ધરખમ ફેરફાર 

June 26, 2024

મહેસાણા જિલ્લા પોલીસતંત્રમાં ન પ્રમોશન, ન ડિમોશન માત્ર અદલા બદલીનો દોર 

ગરવી તાકાત, મહેસાણા તા. 26 – મહેસાણા જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતાં પીઆઇ તેમજ પીએસઆઇની ધરખમ તબાદલાનો ફેરફાર કરવામાં આવ્યોં છે. જેમાં મહેસાણા એસઓજી શાખામાં પીઆઇ તરીકે ફરજ બજાવતાં વી.આર.વાણીયાની બદલી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. તો એલઆઇબી શાખામાં ફરજ બજાવતાં પીઆઇ એન.એસ.ઘેટીયાની બદલી મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જ્યારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીઆઇ પી.ડી.દરજીની બદલી વસઇ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.

ગુજરાતમાં પોલીસમાં ફરી એકવાર બદલીનો ગંજીપો ચિપાયો, 22 પી.આઇની બદલી – Garvi  Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

જ્યારે મહેસાણા શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આર.જે.ધડુકની બદલી ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ તરીકે ફરજ બજાવતા એન.આર.વાઘેલાની બદલી લીવ રીઝર્વ મહેસાણા એસઓજી શાખા વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ પી.એલ.વાઘેલાની બદલી કડી પોલીસ સ્ટેશન ખાતે કરાઇ છે. લીવ રીઝર્વમાં ફરજ બજાવતા પીઆઇ કે.બી.પટેલની બદલી આઇયુસીએડબલ્યુ યુનિટ તથા એએચટીયુ વધારાનો ચાર્જ સોપાયો છે.

મહેસાણા તાલુકા પીએસઆઇ એમ.બી.પઢીયારને એલસીબી શાખામાં, જીલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ જેએન.જોષીની ખેરાલુ પોલીસ સ્ટેશનમાં, હાઇવે ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.એન.ચૌધરીની બેચરાજી પોલીસ સ્ટેશનમાં, ના.પો.અધિ.મહેસાણા કચેરીના પીએસઆઇ વી.એસ.સીસોદીયાની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં, મહેસાણા એ.ડિવી પો.સ્ટેશનના પીએસઆઇ બી.આર.પટેલની સતલાસણા પોલીસ સ્ટેશનમાં મહેસાણા બી.ડિવિ.પો.સ્ટેશનના પીએસઆઇ શ્રીમતી એસ.એફ.ચૌધરીની શહેર ટ્રાફિક શાખામાં, બાવલુ પીએસઆઇ બી.ડી.વાઘેલાની એસઓજી શાખામાં, સાંથલ પીએસઆઇ વી.બી.ઝાલાની ઊંઝા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

વિસનગર તાલુકા પો.સ્ટેશનના પીએસઆઇ યુ.બી.ઝાલાની એસ.ઓજી શખામાં વિસનગર તાલુકા એટેચ એસઓજી પીએસઆઇ એમ.એે.જોષીની સાંથલ પોલીસ સ્ટેશનમાં, વસઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.આઇ.ચાવડાની બદલી સાયબર ક્રાઇ. પોલીસ સ્ટેશનમાં, સતલાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.આર.ચૌધરીની બદલી જિલ્લા ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.  જ્યારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ એમ.બી.સિંઘવની બદલી એસઓજી શાખામાં, શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ સી.જી.ગોહિલની બદલી આઇયુસીએડબલ્યુ યુનિટમાં, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એક.જાડેજાની બદલી બાવલુ સેકન્ડ પીએસઆઇ તરીકે તથા વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આર.કે.મીરની બદલી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0