ભારતની ડો. રેડ્ડીઝ લેબે રશીયામાં બનેલી સ્પુટનિકની કિંમતની નક્કી કરી છે. એક રસીની કિંમત 948 રૂપીયા છ તેની ઉપર 5 ટકા જીએસટી લગાવવામાં આવેલ છે. તેથી તેની કુલ કિંમત 995.40 રૂપીયા થશે. ડો. રેડ્ડીઝ લેબે જણાવ્યુ હતુ કે, અત્યાર પુરતી તેની કિંમત 995.40 રહેશે પણ સપ્લાય શરૂ થઈ જતાં તેની કિંમત ઓછી થઈ શકે છે.
રસીની કંપની ડો.રેડ્ડીઝે કહ્યુ હતુ કે, શરૂઆતના સમયમાં રસીનો સ્ટોક હૈદરાબાદમાં લાવવમાં આવશે. શુક્રવારના રોજ ડો.રેડ્ડીઝના ગ્લોબલ હેડ દીપક સાપરાને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો હતો. કંપનીએ જણાવ્યુ હતુ કે, રસીયાની આ સ્પુટનીક રસી 1મેંના રોજ ભારત પહોંચી હતી. આ રસીને કેન્દ્રીય દવા પ્રયોગશાળા, કસૌલીમાથી 13 મે ના રોજ મંજુરી આપવામાં આવી હતી.