ડૉ. કમલેશ ઉપાધ્યાય સામે ડૉક્ટરોનો બળવો સસ્પેન્ડ ન કરાય ત્યાં સુધી આંદોલન

શેર કરવા અહીં ક્લિક કરો.

— આરોગ્ય વિભાગ જ ડૉક્ટરને છાવરે છે 

— મેડિસિન હેડ છતાંય ડૉ.ઉપાધ્યાય કોરોનાના દર્દીઓને તપાસવા ICUમાં ફરક્યા નથી,  સરકારી કારનો ધૂમ ઉપયોગ 

ગરવી તાકાત અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિસિનવિભાગના હેડ ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે ખુદ રેસિડેન્ટ ડૉકટરોએ બાંયો ચડાવી છે. મનસ્વી-ઉધૃધાતાઇભર્યા વર્તનને કારણે રેસિડેન્ટ ડૉકટરોએ ચિમકી ઉચ્ચારી છેકે, જયાં સુધી ડૉ.કમલેશ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરવામાં નહી આવે ત્યાં સુધી સિવિલના પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન જારી રહેશે.

એટલું જ નહીં, આરોગ્ય વિભાગ જો આ મામલે પગલાં નહી ભરે તો રાજ્યની મેડિકલ કોલેજોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આરએસએસ ઉપરાંત રાજકીય સંબેધો ધરાવતાં મેડિસિન વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ.કમલેશ ઉપાધ્યાય મનસ્વી રીતે સિવિલ હોસ્પિટલમાં નોકરી રહ્યા છે તેવો આક્ષેપ છે.

રેસિડેન્ટ ડૉક્ટરોનો આક્ષેપ છેકે, ડૉ. ઉપાધ્યાય પ્રોફેસર ન હોવા છતાં દર્દીઓના કેસ પેપર, રજાના રિપોર્ટ ઉપરાંત અન્ય પ્રમાણપત્રમાં ય પ્રોફેસર તરીકે સહી-સિક્કા કરીને સત્તાનો દૂરપયોગ કરી રહ્યા છે.

ઇમરજન્સી અને મેડિસિન વોર્ડમાં દર્દીઓને ચકાસવા ય આવતાં નથી બલ્કે દર્દીઓને રઝડતા મૂકી દેવાય છે તેવી ફરિયાદો ઉઠી છે. સિવિલના ડૉક્ટરો માટે થમ્બ હાજરી ફરજિયાત છે પણ ડૉ.કમલેશ ઉપાધ્યાયનો એટલો રોફ જમાવે છેકે, તેઓ હાજરી જ પૂરતા નથી.

મહત્વની વાત તો એછેકે, કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મેડિસીન વિભાગના હેડ તરીકે વધુ જવાબદારી હોવા છતાંય ડૉ.કમલેશ ઉપાધ્યાય તાલીમના બહાને અન્ય મેડિકલ કોલેજોમાં ફરે છે અને ડૉક્ટરો પર રોફ જમાવે છે.

ડૉ.ઉપાધ્યાયને કોરોનાના દર્દીઓને ચકાસવા આજદીન સુધી આઇસીયુ વોર્ડમાં ફરક્યા નથી. વડોદરામાં આખુય તાલીમ કેન્દ્ર છે. આ ઉપરાંત પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડીસીન વિભાગમાં પુરતા પ્રમાણમાં કાબેલ ડૉક્ટરો હોવા છતાં આરોગ્ય કમિશ્નર શિવહરેએ ડૉ.કમલેશ ઉપાધ્યાયને તાલીમની જવાબદારી સોંપી છે જે ડૉક્ટરો આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તાલીમના નામે ડૉ.ઉપાધ્યાય સરકારી કારનો બેફામ ઉપયોગ કરતાં હોવાની ફરિયાદ ઉઠી છે. ડૉ.કમલેશ ઉપાધ્યાય જ નહીં, તેમની પિત્નિ ડો.નિલિમા શાહ પણ સિવિલમાં ઠઠારાથી નોકરી કરે છે અને માત્ર કલાક આંટો મારીને ઘેર રવાના થઇ જાય છે તેવુ ખુદ રેસિડેન્ટ ડોક્ટરોનો આરોપ છે. રેસિડેન્ટ ડૉક્ટરો કહે છેકે, આરોગ્ય વિભાગ પગલાં ભરવાને બદલે ડૉ.કમલેશ  ઉપાધ્યાયને કેમ છાવરે છે તે સમજાતુ નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.