મહેસાણા બિલાડી બાગની તોડી પાડેલી દિવાલ ફરી બનાવવા શું પાલિકાના સત્તાધીશો પાસે પૈસા નથી?

April 4, 2023

મહેસાણા બિલાડી બાગની દિવાલ ગટર પ્રોજેક્ટ અંતર્ગત તોડી પાડવામાં આવી હતી

ગટર પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા બાદ તોડી પડાયેલી દિવાલની સ્થિતિ જેમની તેમ 

ગરવી તાકાત, મહેસાણા તા. 04 – મહેસાણા શહેરના બિલાડી બાગની દિવાલ પાલિકાએ ગટર પ્રોજેક્ટ અંતર્ગત તોડી પાડી હતી જો કે કામગીરી પૂર્ણ થયા છતાં દિવાલ હજી સુધી બનાવવામાં ન આવતાં મહેસાણા પાલિકાના સત્તાધીશોની પાસે પાલિકાની તિજોરીમાં દિવાલ બનાવવાના પૈસા રહ્યા નથી કે શું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલા બિલાડી બાગની કમ્પાઉન્ડ હોલ છે તે કમ્પાઉન્ડ હોલની દિવાલ ગટર પ્રોજેક્ટ માટે તોડવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ગટર પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા ગયા બાદ પણ બિલાડી બાગની દિવાલ હજુ સુધી બનાવવામાં આવી નથી અને જેમની તેમ રેઢી મુકી દેતાં સ્થાનિકોમાં નગરપાલિકાના અણઘડ વહીવટ સામે કચવાટ જોવા મળી રહ્યો છે. મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી કરવાની આવી જ પદ્ધતિ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે.

ક્યાંક ગટરના કનેકશનો ચોક અપ થઇ ગયા હોય અથવા તો પાણીની પાઇપ લાઇન નખાતી હોય તે દરમિયાન રોડ રસ્તા પર ખાડા ખોડી કામગીરી પૂર્ણ કર્યા બાદ જે તે સ્થિતિમાં રોડ રસ્તા પર પાડેલા ખાડા મુકી દેવામાં આવતાં હોય છે તેમ બિલાડી બાગની દિવાલ તોડીને ગટર પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ જેમની તેમ સ્થિતિમાં મુકી દેવાયું છે હજુ સુધી આ દિવાલનું કોઇ પ્રકારનું કામકાજ કરવામાં આવ્યું નથી.  મહેસાણાની જતના પાસે કરોડો રુપિયાના વેરા વસૂલાત કરતાં મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો પાસે શું હવે આ દિવાલ બનાવવામાં પૈસા પણ નથી રહ્યાં કે શું  આવા પણ અનેક સવાલો શહેરની પ્રજામાં ચર્ચાનો વિષય બન્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0