મહેસાણા ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વંદે માતરમ 150ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી…

November 7, 2025

-> વંદે માતરમની આઝાદની ચળવળમાં જે ભૂમિકા રહી છે તે ભૂમિકાને ઉજાગર કરવા દેશભરમાં સમૂહ ગાન દ્વારા ઉજવણી :

-. વંદે માતરમે દેશને એક કરવાનું કામ કર્યું અને રાષ્ટ્રભાવના સાથે દેશનું ગૌરવ વધાર્યું :- ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ :

-> મંત્રીશ્રીએ રાષ્ટ્ર ગૌરવના આ દિવસે સૌને સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો :

-> કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત સૌએ વંદે માતરમનું સમૂહ ગાન કર્યું અને સ્વદેશી સંકલ્પ લીધા :

ગરવી તાકાત મહેસાણા : ભારતના રાષ્ટ્રગાન વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે ૭ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે વંદે માતરમ@150 ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વંદે માતરમના સમૂહ ગાન સાથે ઉજવણી થઈ રહી છે. જેમાં વંદે માતરમની આઝાદની ચળવળમાં જે ભૂમિકા રહી છે તે ભૂમિકાને ઉજાગર કરવા રાજ્યભરમાં વંદે માતરમનું સમૂહ ગાન અને સ્વદેશી સંકલ્પ લઈને ઉજવણી કરવામાં આવી રહી છે.

વંદે માતરમ ના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 1875માં બંકિમચંદ્ર ચટોપાધ્યાયે આનંદ મઠ નામના ગ્રંથમાં વંદે માતરમની રચના કરી હતી. બંકિમચંદ્ર ચટોપાધ્યાયે જ્યારે આ કાવ્ય રચ્યું ત્યારે કદાચ તેમણે પણ વિચાર્યું નહીં હોય કે આ શબ્દો એક દિવસ રાષ્ટ્રના સ્વાભિમાનનું પ્રતીક બનશે. વર્ષ 1896માં રવીન્દ્રનાથ ટાગોરે કોલકત્તામાં પહેલીવાર વંદે માતરમનું ગાન કર્યું અને વર્ષ 1915 થી 1947 સુધીના લગભગ દરેક સ્વતંત્રતા આંદોલનમાં વંદે માતરમ નો સ્વર પ્રેરણારૂપ હતો.  વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, અશફાક ઉલ્લાખાન જેવા અનેક સ્વાતંત્ર વીરોએ વંદે માતરમ કહેતા કહેતા પોતાના પ્રાણ દેશ માટે ન્યોછાવર કર્યા હતા.

વંદે માતરમે દેશને એક કરવાનું કામ કર્યું છે અને રાષ્ટ્રભાવના સાથે દેશનું ગૌરવ વધાર્યું છે. વધુમાં મંત્રીશ્રીએ રાષ્ટ્ર ગૌરવના આ દિવસે સૌને સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત સૌએ વંદે માતરમનું સમૂહ ગાન કર્યું હતું અને કાર્યક્રમના અંતે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે સૌએ સ્વદેશી સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વે શ્રી ગીરીશભાઈ રાજગોર, શ્રી વર્ષાબેન દોશી, શ્રી મિલનભાઈ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનરશ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટર શ્રી જશવંત કે. જેગોડા, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0