— ધરણાં બાદ કોંગ્રેસી આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં મોંઘવારીને લઈ કોંગ્રેસ મેદાને ઉતરી છે. ગેસ, પેટ્રોલ, ડીઝલ સહીતની ચીજ વસ્તુઓમાં થયેલી મોંઘવારીને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર ઓફિસ બહાર ધરણા કરાયા અને સરકાર વિરોધી સુત્રોચાર કરાયા પાલનપુરમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ધરણા પર બેઠા અને સરકાર વિરુદ્ધ અનેક સૂત્રોચ્ચારો કરી સરકારનો વિરોધ કરાયો અને તાજેતરમાં વધારાયેલી મોંઘવારી પાછી ખેંચાય તેવી માંગ કરાઈ છે.
દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલ સહિત ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થઈ રહ્યો છે અને દિવસેને દિવસે થતો આ ભાવવધારો સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યો છે ત્યારે વધી રહેલા અનેક ચીજવસ્તુઓના ભાવ વધારાને લઇ હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરૂધ્ધ કાર્યક્રમો અપાયા પાલનપુરમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ધરણા પર બેઠા અને સરકાર વિરુદ્ધ અનેક સૂત્રોચ્ચારો કરી સરકારનો વિરોધ કરાયો અને તાજેતરમાં વધારાયેલી મોંઘવારી પાછી ખેંચાય તેવી માંગ કરાઈ છે. જોકે મહત્ત્વની વાત એ છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ હવે મોંઘવારીને મુદ્દાને લઈને મેદાને ઉતરેલી જોવા મળી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


