ઈ-અદાલતથી 1.36 કરોડની સમાધાન રકમ દ્વારા 301 કેસોનો નીકાલ-મહેસાણા

December 14, 2020

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા દ્વારા ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ્ં હતુ. જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પ્રથમવાર ઇ-લોકઅદાલતનું આયોજન થયું હતું. ઇ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો,મોટક એક્સીડન્ટ ક્લેઇમ પીટીશન,નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ચેક રીટર્ન કેસો,દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તેમજ અન્ય પ્રકારના સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં 18 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી 55,40,000 નો વળતરને હુકમ કરવામાં આવેલ છે. નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ચેક રીર્ટનના 193 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. ઇ- લોકઅદાલતમાં પક્ષકારો તથા વકીલોના સહયોગથી રૂ. 1,36,09,800 સમાધાનની રકમ દ્વારા કુલ 301 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. રાજ્યમાં આ વિશિષ્ટ પ્રકારની ઓનલાઇન ઇ-લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયધીશો તથા કર્મચારીઓ, સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મહેસાણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ ઉપરાંત મહેસાણામાં પોસ્ટલ ડીવીઝનની ડાક-પેન્શન અદાલત પણ યોજાશે

મહેસાણા પોસ્ટલ ડીવીઝનની સેવાઓ જેવી કે દેશ-વિદેશની લગતી ટપાલ સેવાઓ તેમજ પોસ્ટ ઓફિસ બચત બેન્ક,પોસ્ટલ જીવન વીમો,મનીઓર્ડર તથા પેન્શન અંગેની ફરીયાદો અને રજુઆતો નિકાલ કરવા હેતુથી  30 નવેમ્બર 2000 ના રોજ સુપ્રી ઓફ પોસ્ટ ઓફિસીઝ મહેસાણા ડીવીઝન ઓફિસ ખાતે 11 કલાક ત્રિ-માસિક ડાક અદાલત તેમજ 12 કલાકે છ માસિક પેન્શન અદાલતનું આયોજન સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ મહેસાણાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવનાર છે. ડાક પેન્શનમાં રજુઆત કરવા માંગતા ગ્રાહકોએ 22 ડિસેમ્બર સુધીમાં ગ્રાહક સેવા કેન્દ્ર સુપ્રી ઓફ પોસ્ટ ઓફિસ મહેસાણા ખાતે મોકલી આપવાનું રહેશે .

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0