કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યૂટી CM જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત
સૌરાષ્ટ્રના કદ્દાવર કોળી નેતા હવે રાજ્યમાં કેબિનેટ વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રી બની શકે છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – નીતિન પટેલની ખાલી પડેલી જગ્યા પર એટલે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદ આપવા માટે કુંવરજી બાવળિયાના નામની ચર્ચા દિલ્હી સુધી થઈ છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યૂટી CM જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે. ગુજરાતની રાજનીતિમાં એક મહત્વના સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના કદ્દાવર કોળી નેતા હવે રાજ્યમાં કેબિનેટ વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રી બની શકે છે. સોશિલય મીડિયા પર તેમના એકાઉન્ટથી એક તસવીર અપલોડ થઈ અને ચર્ચાઓ અનેક શરુ થઈ ગઈ. જોકે કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયાનું કદ પણ એવું છે કે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ પાણી ભારે છે.
![]()


