રાજકોટ મહાનગર પાલીકા અને જીલ્લા કલેક્ટર રેલ્વે વિભાગના આશિર્વાદથી કોઠારીય સોલવન્ટમાં લિમ્બાચીયા હોલનુ નિર્માણ થયેલ . જેના બાંધકામને લઈ તેની કાયદેસરતા ઉપર સવાલો થઈ રહ્યા છે.
રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રેલ્વે વિભાગ, અને સરકારી પડતર ખરાબા તેમજ મહા નગરપાલીકાની મંજુરી વગર છેલ્લા કેટલાય વરસથી લિમ્બાચીયા હોલનુ નિર્માણ થયેલ છે. આ લિમ્બાચીયા હોલ એક પ્રાઈવેટ પ્રોપર્ટી છે. આ હોલના નિર્માણમાં અડધો વાર જગ્યા પણ માલિકીની નથી છતા પણ આ લિમ્બાચીયા હોલના મસમોટા બાંધકામ ઉપર કોઈપણ કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી નથી.
આ ગેરકાયદેસર બાંધકામને લઈ ચર્ચાઓ થઈ રહી છે. જેમાં સવાલો ઉઠી રહ્યા છે કે શુ આ પ્રોપર્ટીમાં આ ત્રણે વિભાગની છત્રછાયામાં કરવામાં આવેલ હતી? રેલ્વેની હદમાં આ લિમ્બાચીયા હોલ છે તેની બાજુમાં બ્રોડગેજ રેલ્વે લાઈન પણ નિકળેલ છે. તો ક્યારેક કોઈ દુર્ધટના થાય તો તેનુ જવાબદાર કોણ ? દુર્ઘટના સમયે આ લિમ્બાચીયા હોલમાં માનવજીવનનો મોટી અસર થાય તેમ છે તો શુ ઘટના બને પછી મહા નગરપાલિકા , રેલવે વિભાગ કે કલેક્ટર બાના બતાવી છટકી જશે? આ ગેરકાયદેસર બાંધકામને કારણે કોઠારીયા સોલવન્ટના લોકોને હાંલાકીને સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ મામલે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો અહિના સ્થાનીક લોકો ભેગા મળી રેલ્વે વિભાગ,મહા નગરપાલીકા તેમજ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપવાની તૈયારીઓ કરી રહ્યા છે.