-> ખેડૂતોના ખેતરો ફેરવાયા બેટમાં ફેરવાયા,ખેતી પા ભારે નુકશાન.અનેક પશુઓના મોત, સેંકડો વૃક્ષો ધરાશાયી :
-> સુઈગામ તરફ આવવા જવા માટેના સ્ટેટ તેમજ નેશનલ અને સિંગલ પટ્ટી રસ્તાઓ પાણીમાં :
ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અતિભારે પવન સાથે સતત વરસેલા વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ છે, બે દિવસમાં 17 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા જ્યાં જોવા ત્યાં ક્યાંય કેડ સામા તો ક્યાંય ગળા ડૂબ પાણી જોવા મળ્યું હતું અતિભારે વરસાદ ના કારણે સુઈગામ તાલુકાના તમામ ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, અતિભારે વરસાદ ના કારણે સુઈગામ તાલુકાના સુઈગામ, ભરડવા, જલોયા, કોરેટી, મમાંણા, ગોલપ,નેસડા, રડોસણ, ઉચોસણ, જીરાવરગઢ , મોતીપુરા , લીંબાલા, સહિત 13 ગામો સંપર્ક વિહોણા બની જવા પામ્યા હતા, પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા સુઈગામ, જલોયા, ભરડવા ગામોમાં NDRF ,SDRF તેમજ પોલીસ સ્ટાફની મદદ થી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી આશ્રય આપ્યો હતો, જ્યારે કેટલાક પુર અસરગ્રસ્ત લોકોને બીજી જગ્યાએ આશરો લેવાનો વારો આવ્યો હતો.
સાથે સૂઇગામ તાલુકા નું વહીવટી તંત્ર પણ લોકોને કોઇપણ જાતની મુશ્કેલીઓ ન પડે એના માટે સતત ત્રણ દિવસથી ખડે પગે રહીને લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં સફળ રહયુ હતું , સતત ત્રણ દિવસ અનરાધાર વરસાદ પડતા સૂઇગામના ત્રણ રસ્તા, રૂપાણી વાસ ,શિવનગર સહિત નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં 200 જેટલા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા,રણમાં વધુ પાણી આવવાના કારણે નડાબેટ સંપર્ક વિહોણું બન્યું હતું સાથે ભરડવા સહિત કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે,હજુ પણ અનેક ગામોમાં કપરી પરિસ્થિતિ હોવાના કારણે એ ગામોમાં જવા આવવા માટે ટ્રેકટર કે NDRF ની હોડીમાં જ ફૂડ પેકેટ પહોચાડવામાં આવી રહ્યા છે, હજુ પણ ભરડવા કોરેટી લીંબાળા જલોયા ગોલપ નેસડા પાડણ , ભટાસણા, મોતીપુરા સહિત ના ગામડાઓ સંપર્ક વિહોણા છે,
તાલુકાના તમામ ગામોમાં પૂરની પરિસ્થિતિથી જન જીવન ખોરવાઈ ગયું છે, કેટલીયે જગ્યાએ વીજવાયર તૂટી જવાથી અને વીજપોલ ધરાશાયી થવાના કારણે ત્રણ દિવસથી વીજળી ગુલ છે,જેના કારણે તાલુકામાં અંધારપટ છવાયેલો છે, તાલુકાના તમામ ગામોમાં નીચાણ વાળા ભાગોમાં વસવાટ કરતા લોકોને રેસ્કયુ કરી પ્રાથમિક શાળાઓ, સરકારી દવાખાના સહિતની કચેરીઓમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે, હજુ પણ નીચાણ વાળા વિસ્તારોમાં કેડ સમા, કે માંથોડા બોળ પાણી ભરાયેલા છે,લોકોના અનેક પાલતુ પશુઓ મરણને શરણ થયાં છે,ઘરોમાં પૂરના પાણી ભરાવાના કારણે ઘરવખરી, અનાજ સહિત બધી વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જોકે લોકો જીવ બચાવી આશ્રય મેળવી રહ્યા છે, મંગળવારે વરસાદે સંપૂર્ણ વિરામ લીધો હોઇ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ કરી દીધી છે, તાલુકા જિલ્લા નું વહીવટી તંત્ર અત્યારે લોકોને ફૂડ પેકેટ વિતરણ ની કામગીરી ચાલુ છે.
સુઈગામ પ્રાંત કલેકટર ની અધ્યક્ષતા માં તમામ વિભાગો બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે, ખાસ કરીને સુઈગામ પી.આઇ.એચ.એમ.પટેલ પોતે જાતે ટ્રેકટર ચલાવી પોલીસ સ્ટાફ અને અન્ય સાથી અધિકારીઓની સાથે અસરગ્રસ્ત ગામોમાં જઈ બચાવ કામગીરી કરી રહ્યા છે, આ અંગે સુઈગામના વડીલો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે 2015,ના પુર બાદ આ બીજી વખત અતિ ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, ગૌશાળા માં 100 જેટલી ગાયો મરી ગઈ છે, ગામના અન્ય પશુ પાલકોના પણ અસંખ્ય પશુઓ મોતને ભેટ્યા છે, ખેતીપાકો નષ્ટ થઈ ગયા છે,જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી છે, આ તબાહી છે, સેંકડો લોકો બેઘર બન્યા છે,ત્યારે ખેડૂતો અને પશુ પાલકો ને રાહત મળે તે માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે રાહત પેકેજ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે,