ઝારખંડમાં બસ અને એલપીજી સિલિન્ડરોથી ભરેલી ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર, ૧૦ના મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

દેશમાં એક પછી એક માર્ગ અકસ્માત ની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવ્મા આજે બુધવારની સવારે ઝારખંડથી દુખદ સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના પાકુડ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.આ દુર્ઘટનામાં ૧૦ લોકોના મોતના અહેવાલ છે, જ્યારે ૨૫ લોકો ઘાયલ થયા છે. ટ્રક અને બસ વચ્ચે સામસામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ પાકુડથી દુમકા જઈ રહી હતી. બસમાં ૪૦ થી વધુ લોકો સવાર હતા. આમાં લગભગ ૨૫ લોકો ઘાયલ થયા છે. બસના બોર્ડ કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણા રજત બસ અને એલપીજી સિલિન્ડરોથી ભરેલી ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. હાઇ સ્પીડ સિલિન્ડરો ભરેલી ટ્રક બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

મળતી માહિતી મુજબ, બસમાં સવાર ૧૦ લોકોના મોત થયા છે. આસપાસના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રશાસન અને પોલીસની ટીમના આગમન પહેલા જ રાહત અને બચાવ કાર્ય શરૂ થઈ ગયું હતું. આ પછી તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાની કામગીરી ઝડપી કરવામાં આવી હતી. અકસ્માત બાદ જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે અને બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. દરમિયાન મોતની માહિતી મળતાં જ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી છે

ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જાેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીએમ હેમંત સોરેને વરિષ્ઠ અધિકારીઓને સમગ્ર મામલાને લઈને ઝડપથી કામ કરવાનો નિર્દેશ આપ્યો છે અને મૃતકોની ઓળખ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.