— મહેસાણામાં હવે 100 નંબર ડાયલ કરી રોડ પર ફસાયેલા ચાલકો પોલીસના હાઈવે પેટ્રોલ વાહનની મદદ મેળવી શકશે
— નવા વાહનમાં હાઈડ્રોલિક રેસ્ક્યુ કીટ સાથે સ્ટ્રેચર, વૂડકટર અને ઈમર્જન્સી લાઈટિંગની સુવિધા
ગરવી તાકાત મેહસાણા: જિલ્લામાં હાઈવે અથવા કોઈપણ રોડ ઉપર ફસાયેલાં વાહન ચાલકોની મદદ
માટે મહેસાણા પોલીસ દ્વારા હાઈવે પેટ્રોલ વાહન તૈનાત કરાયું છે. 100 નંબર ડાયલ કરી તેની મદદ મેળવી શકાશે. અકસ્માત સમયે સ્થળ ઉપર પહોંચતી પોલીસ પાસે ટાંચા સાધનોના અભાવે ઈજાગ્રસ્તોને બહાર કાઢી શકાતાં નથી અને બીજાની મદદ લેવાની જરૂર પડતી હતી. તેથી અકસ્માત સમયે ઘાયલોને ઝડપથી બહાર કાઢી સારવાર માટે ખસેડી શકાય તે માટે આ આધુનિક વાહન ફાળવાયું છે. રૂ.15.63 લાખની કિંમતના હાઈવે પેટ્રોલ વાહનમાં ડ્રાઈવર, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સાથે રહેશે તેમ એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું
હાઈવે પેટ્રોલ વાહનમાં આ સુવિધાઓ છે: ફસાયેલા વાહનના દરવાજા કાપવા માટે કટર, પકડ, ડોર ઓપનર, હેંગર સાથેની કીટ, ફોલ્ડેબલ સ્ટ્રેચર, 4 ઈમર્જન્સી એલઈડી લાઈટ ધરાવતી પોર્ટેબલ બેગ, વાહનને કાઢવા મોટર સાથે સ્ટીલ રસ્સી, 4 ટનસુધીનું વજન ઊંચકી શકે તેવો હાઈડ્રોલીક જેક, ઝાડ કાપવા વૂડકટર, મલ્ટી ટોન સાયરન સિસ્ટમ, કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે