ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ભારત સરકારના આદિવાસી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ થયો જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન 15 જુલાઈ 2025 સુધી ચાલશે. દાંતા તાલુકાની પીપળાવાળી વાવ આશ્રમ શાળા અને થરાદ તાલુકાના મોટા મેસરા પ્રાથમિક શાળામાં 3 જુલાઈએ સેચ્યુરેશન કેમ્પ યોજાયો.
![]()
4 જુલાઈએ દાંતાની કુંવારસી, અમીરગઢની ખૂણીયા અને થરાદની ભારોલ પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન થશે કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને આયુષ્યમાન કાર્ડ જેવા દસ્તાવેજો આપવામાં આવ્યા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જનધન ખાતા, દિવ્યાંગ પેન્શન, મનરેગા મુદ્રા લોન અને.

પીએમ વિશ્વકર્મા યોજના જેવી યોજનાઓનો લાભ પણ આપવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાના 167 ગામોમાં વસતા 1,91,896 આદિવાસી લોકોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની તકો વધારવાનો છે.


