સૌરવ ગાંગુલી બાદ તેની પુત્રી સહિત પરિવારના ચાર સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ

January 5, 2022

વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ થયો છે. દરરોજ નવા કેસની સંખ્યામાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા પ્રકારોના કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી કોરોનાના મામલામાં ફરીથી સંવેદનશીલ રાજ્યો બની રહ્યા છે. રાજ્યોની સરકારો કોરોનાને નિયંત્રિત કરવા માટે ઘણા નિયંત્રણો લાદી રહી છે અને હોસ્પિટલો એલર્ટ મોડ પર છે. ત્યારે આવામાં સૌરવ ગાંગુલી બાદ તેના પરિવારના ચાર સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી તેમની પુત્રી સના ગાંગુલી પણ છે

કોરોનાથી સંક્રમિત તમામ સભ્યોને ઘરની અંદર અલગ રાખવામાં આવ્યા છે. થોડા સમય પહેલા સૌરવ ગાંગુલી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાંગુલીને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી ચેપ લાગ્યો હતો, પરંતુ તેના પરિવારના સભ્યોને કયા પ્રકારનો ચેપ લાગ્યો છે તેની પુષ્ટિ થઈ નથી.ગાંગુલી કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા છે અને તે પોતાના ઘરે છે. તે જ સમયે તેમની પુત્રી સના પણ કોરોનાથી સંક્રમિત થઈ છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, સનાની અંદર કોરોનાના સામાન્ય લક્ષણો પણ છે. આના એક અઠવાડિયા પહેલા સના ગાંગુલી અને તેની માતાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગાંગુલીની પત્ની ડોના ગાંગુલીએ પણ મીડિયા સાથે વાત કરીને સૌરવ વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે ગાંગુલી ઠીક છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે

કોરોના વાયરસના વધતા જતા ખતરાને જાેતા તાજેતરમાં જ મ્ઝ્રઝ્રૈંએ ત્રણ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્થગિત કરી છે. તેમાં રણજી ટ્રોફીનો પણ સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ ૧૩ જાન્યુઆરીથી શરૂ થવાની હતી. પરંતુ હાલ પૂરતું તે મુલતવી રાખવામાં આવ્યું છે. રણજીની સાથે સીકે ??નાયડુ ટ્રોફી અને મહિલા ટી૨૦ લીગને પણ આગળ ધપાવવામાં આવી છે

[News Agency]

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0