પાલનપુર ST સ્ટેન્ડ પાસે ડીસા- અમદાવાદ બસના ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત !
પાલનપુર એસટી સ્ટેન્ડ પાસે બસ ચાલકે શનિવારે એક રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત નીપજ્યું હતું જ્યાં અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજે પાલનપુર એસટી બસ સ્ટેન્ડ પાસે ડીસા અમદાવાદ બસના ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાહદારીનું મોત નીપજ્યું હતું જ્યારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.