ગુજરાતના અનેક જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ છે. જેમાં આ વખતની ચુંટણીમાં ભાજપે આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમા રાખી પોતાની લોબીના ઉમેદવારોને સરપંચની ચુંટણીમાં ઉભા રાખ્યા હતા. જેમાં અનેક ઉમેદવારોનો વિજય થયો છે. ગાંધીનગર જીલ્લામાં ભાજપના બક્ષી પંચ મોર્ચાના રહી ચુકેલા પ્રકાશકુમાર કાંતિલાલ ચૌધરીનો બાપુપુરા ગામમાં સરપંચ તરીકે જંગી બહુમતીથી વિજય થતાં ગુજરાત પ્રદેશમાથી મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ અરૂણાબેન ચૌધરી ફુલોથી પુષ્પવર્ષા કરી કંકુ તીલકથી સન્માન કર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામમાં વિજેતા ઉમેદવાર પ્રકાશભાઈ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અરૂણાબેન ચૌધરીના દીયર છે. આ ગામની 4 ઉમેદવારોએ સરપંચની ચુંટણીમાં ઝંપલાવ્યુ હતુ. જેમાં રમેશભાઈ રણછોડભાઈએ બાદમાં ટેકો જાહેર કર્યો હતો. સરપચંની ચુંટણીમાં 1717 વોટ પૈકી પ્રકાશભાઈને 863 વોટ, જયેન્દ્રભાઈ કાંતીભાઈ ચૌધરીને 589 વોટ તથા રમેશભાઈ અભાભાઈ ચૌધરીના 205 વોટ મળ્યા હતા. આ સીવાય 29 વોટ ફેઈલ ગયા હતા તો 10 મત નોટામાં પડ્યા હતા.
પ્રકાશભાઈ કાંતિલાલ ચૌધરી સરપંચ તરીકે વિજેતા બનતા ગામજનોમાં દિવાળી જેવો માહોલ જોવા સર્જાયો હતો. તેમના આ વિજયથી ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.