સાંથલ પોલીસે કટોસણના લક્ષ્મીપુરામાં રહેણાક મકાનમાંથી પરપ્રાંતિય શરાબનો 31600ની બોટલ ઝડપી
ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી સાંથલ પીએસઆઇ અને ટીમે દારુ વેચતાં -જુગાર રમતા શખ્સોને ધર દબોચ્યાં
Sohan Thakor -મહેસાણા તા. 02- સાંથલ પોલીસે જોટાણા તાલુકાના કટોસણ ગામે લક્ષ્મીપુરા વિસ્તારના રહેણાંક મકાનમાં વિદેશી શરાબનું વેચાણ કરતાં શખ્સને વિદેશી શરાબની 132 નંગ બોટલ જેની કિંમત રુપિયા 31.680 સાથે શરાબનું વેચાણ કરતાં શખ્સને દબોચી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સ મળી બે સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશન તેમજ જુગારની પ્રવૃતિઓને ડામી દેવાના આપેલા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તથા ના.પો.અધિક્ષક આર.આઇ. દેસાઇના માર્ગદર્શન હેઠળ સાંથલ પોલીસ મથકના પીએસઆઇ એ.કે.વાઘેલા, એએસઆઇ હસમુખભાઇ, અ.પો.ક સંજયકુમાર, મનુજી, સચીન, ગૌરવકુમાર સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કટોસણ ગામે બસ સ્ટેશન પાસે પહોંચતાં તેમની સાથે રહેલા એએસઆઇ હસમુખભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે
કટોસણ લક્ષ્મીપુરા ખાતે રહેતા દાદુજી ડાહ્યાજી ઠાકોર પોતાના ઘરે રહેણાંક મકાનમાં પરપ્રાંતિય વિદેશી શરાબનો ગેરકાયદેસર વેચાણ કરે છે. જે બાતમી મળતાં પીએસઆઇ વાઘેલા સહિતની ટીમ કટોસણ ગામે પહોંચી મકાનમાં તપાસ કરતાં કુલ 132 નંગ વિદેશી શરાબની 31,680 રુપિયાની બોટલો મળી આવી હતી. જ્યારે ઘટના સ્થળ પરથી દાદુજી ડાહ્યાજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ બાબતે અન્ય એખ શખ્સ શક્તિસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા રહે. સાણંદવાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


