મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડાભી ગામે વિદેશી શરાબનું વેચાણ કરતાં શખ્સને ઝડપી લીધો
ટુ વ્હીલર, ટાટા સુમો, વિદેશી શરાબ સહિતનો મુદ્દામાલ એલસીબીએ કબજે લીધો
ગરવી તાકાત, મહેસાણા તા. 17 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉનાવા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ઊનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં ડાભી ગામમાંથી વિદેશી શરાબની બોટલ નંગ 440 તથા ટુ વ્હીલર અને ટાટા સુમો મળી કુલ રુપિયા 2,30,779ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓને ઝડપી પાડી રેઇડો કરી પરિણામલક્ષી કામગીરી કરવા મહેસાણા ઇ. જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, રમેશભાઇ, પીસી અજયસિંહ, સહિતનો સ્ટાફ ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન ઉનાવા બસ સ્ટેન્ડ પાસે આવતાં હેકો. વિજયસિંહ તથા કિરણજીને સંયુક્ત રાહે ખાનગી રાહે બાતમી મળી હકી કે ડાભી ગામમાં મોટા ઠાકોરવાસમાં શખ્તિ માતાજીના મંદિર પાસે ખુલ્લા ચોકમાં ઠાકોર હમેતાજી વરવાજી રહે. ડાભી તા. ઊંઝાવાળા પોતાની સફેદ કલરની સુમો ગાડી તથા એકસીસમાં વિદેશી શરાબનો જથ્થો રાખી વેપાર કરે છે જે પ્રવૃતિ હાલમાં ચાલુ છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી 440 નંગ વિદેશી શરાબની બોટલ, એકસીસ, તેમજ સુમો ગાડી મળી કુલ રુપિયા 2,30,779 સહિત ઠાકોર હમેતાજી વરવાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.