સાબુદાણાની ખીચીડીના આ પ્રસાદ વિતરણના કાર્યક્રમમાં CIB ના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ આકાશ આમીનના અધ્યક્ષસ્થાને યોજાયો
ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ કુમાવત, ગુજરાત પ્રદેશ મહાસચિવ રતનલાલ કુમાવત, આહવા-ડાંગ અધ્યક્ષ પ્રકાશ વિશ્વકર્મા , ગણદેવી તાલુકા મહાસચિવ પ્રજ્ઞેશ પટેલ, સેવાભાવી દેવાંગભાઈ રાજે સહિતના ટીમ હાજર રહી
ગરવી તાકાત, બિલીમોરા, તા. 15- ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દિલ્હી NGOની સમગ્ર ટીમ દ્વારા બીલીમોરા સોમનાથ મંદિરના પ્રાંગણમાં શ્રાવણ પવિત્ર માસમાં ઉપવાસની સાબુદાણાની ખીચડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ભક્તોએ પ્રસાદ સાબુદાણાની ખીચીડીના પ્રસાદનો લાભ લીધો હતો. ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દિલ્હી NGOની ટીમ દ્વારા અનેક સેવાકિય પ્રવૃતિના અવાર નવાર કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેના તેમની સેવા કરવાના પણ અનેક સેવાકિય કાર્યોનો સમાવેશ થાય છે.

આ સાબુદાણાની ખીચીડીના આ પ્રસાદ વિતરણના કાર્યક્રમમાં CIB ના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ આકાશ આમીનના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ કુમાવત, ગુજરાત પ્રદેશ મહાસચિવ રતનલાલ કુમાવત, આહવા-ડાંગ અધ્યક્ષ પ્રકાશ વિશ્વકર્મા , ગણદેવી તાલુકા મહાસચિવ પ્રજ્ઞેશ પટેલ, સેવાભાવી દેવાંગભાઈ રાજે સહિતના ટીમના તમામ પદાધિકારીઓ હાજર રહી સેવાના કામમાં જોડાયા હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દિલ્હી NGOની ટીમ દ્વારા આંગણવાડીના બાળકો માટે સ્કૂલ કીટ, સ્કૂલ ડ્રેસ, પ્રાથમિક શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવાના આવી અનેક સેવાકિય પ્રવૃતિઓ દ્વારા ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દિલ્હી NGOની ટીમે પોતાની એક આગવી છાપ ઉભી કરવામાં ખરી ઉતરી છે.


