આઈપીએલ કવોલીફાયર-ટુ અને ફાઈનલ માટે અમદાવાદમાં ક્રિકેટ ચાહકોનો જમાવડો, હોટલો હાઉસફુલ

May 25, 2023

આવતીકાલે પ્રથમ કવોલીફાયર મેચમાં ગુજરાત ટાઈટન અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે ટકકર છે

સમગ્ર દેશ સહિત અમદાવાદ અને ગુજરાતભરમાંથી ક્રિકેટ ચાહકો બંને મેચ જોવા માટે પહોંચી ગયા છે

 ગરવી તાકાત, અમદાવાદ તા. 25- આઈપીએલમાં હવે કવોલીફાયર-ટુ અને ફાઈનલ એ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવાના છે અને આવતીકાલે પ્રથમ કવોલીફાયર મેચમાં ગુજરાત ટાઈટન અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે ટકકર છે તે પુર્વે જ હવે અમદાવાદમાં જબરો ક્રિકેટ ફીવર સર્જાઈ ગયો છે અને મોદી સ્ટેડીયમ ખાતે ટિકીટ ખરીદનારાઓની લાઈન લાગી ગઈ છે અને સ્ટેડીયમ આસપાસની હોટેલો પણ ફુલ થઈ ગઈ છે.

અમદાવાદ અને ગુજરાતભરમાંથી ક્રિકેટ ચાહકો આ બંને મેચ જોવા માટે પહોંચી ગયા છે અને તેથી જ અમદાવાદ, ગાંધીનગરની હોટેલો પણ જબરો રશ સર્જાયો છે. ખાસ કરીને ક્રિકેટ ચાહકો સ્ટેડીયમની આસપાસની હોટેલોમાં બુકીંગ કરાવા લાગ્યા છે જેથી લાંબુ ટ્રાવેલ કરવું ન પડે તે ઉપરાંત મુંબઈ, દિલ્હી, કોલકતા, લખનઉ, ચેન્નઈ અને ગુજરાતમાં સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાંથી પણ જબરુ બુકીંગ થયું છે.

આવતીકાલથી પ્રેક્ષકો ઉમટી પડશે જેના કારણે રૂમના ભાડા પણ વધી ગયા છે. વિકએન્ડના કારણે શુક્રવારથી રવિવાર સુધી અમદાવાદમાં સમગ્ર માર્ગ સ્ટેડીયમ ભણી જતા નજરે ચડશે અને ઓચિંતાજ લોકલ હોટલ તેમજ રેસ્ટોરાને પણ જબરો બિઝનેસ મળી ગયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0