પાટણમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે 10 વર્ષની કેદ અને 57 હજારનો દંડ ફટકાર્યો

May 17, 2025

પાટણ : પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી શાંતુ ઠાકોરને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી. કોર્ટે આરોપી પર રૂ. 57,000નો દંડ પણ ફટકાર્યો. દંડની રકમ ન ભરવાના કિસ્સામાં વધુ ત્રણથી છ માસની સખ્ત કેદની જોગવાઈ કરવામાં આવી છે. જજ સુનિલ એમ. ટાંકે પીડિતાને રૂ. 1 લાખનું વળતર આપવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. કોર્ટે 11 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવાઓની તપાસ બાદ 25 પાનાનો ચુકાદો આપ્યો.

23 એપ્રિલ 2021 પહેલા એક લગ્ન પ્રસંગમાં પીડિતા અને આરોપીનો પરિચય થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પીડિતાની સગાઈ નજીકના ગામમાં થઈ હતી. આરોપીએ પીડિતાની ઉંમર નાની હોવાથી લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારબાદ બંને બાઈક પર ભાગી ગયા હતા. તેઓ મહેસાણા વિસ્તારમાં રહ્યા હતા અને પછી પાટણ આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પિતાએ તેની ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

એક વ્યક્તિએ બંનેને સરપંચને સોંપ્યા હતા, જેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને IPC 363 હેઠળ ત્રણ વર્ષની કેદ અને રૂ. 2,000નો દંડ, IPC 366 હેઠળ સાત વર્ષની કેદ અને રૂ. 5,000નો દંડ તથા POCSO કલમ 3(A) અને 4 હેઠળ 10 વર્ષની કેદ અને રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજૂઆત કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0