વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી કુકર્મ કરનારને કોર્ટે 25 વર્ષની સજા ફટકારી…

February 5, 2026

ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કોર્ટે આરોપી સંકેતજી ઉર્ફે શંભુ પોપટજી ઠાકોરને તકસીરવાન ઠેરવી 25 વર્ષની સખત કેદની સજા અને કુલ 1.03 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો આ સાથે જ કોર્ટે માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર કિશોરીને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો.

Mehsana court sentences 3 accused to life imprisonment

મળતી માહિતી પ્રમાણે 9 જૂન, 2025ના રોજ આરોપી સંકેતજી ઠાકોર 17 વર્ષ અને 10 દિવસની વય ધરાવતી કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવે દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને પુરાવા રજૂ કરાયા.

બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આકરો ચુકાદો સંભળાવ્યો કોર્ટે નોંધ્યું કે, સગીરા સામેનો આવો ગુનો સમાજ માટે ઘાતક જેથી આરોપીને 25 વર્ષ જેલમાં વિતાવવા પડશે. જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ કેદની સજા ભોગવવી પડશે કોર્ટના આ ચુકાદાથી આવા ગુના આચરતા તત્વોમાં ફફડાટ પેસી ગયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0