મહેસાણાના ગોઝારિયામા મારામારીના કેસમાં કોટે 2 આરોપીને 3 વર્ષની સજા અને રૂ.5000 હજારનો દંડ ફટકાર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના ગોઝારિયામાં 4 વર્ષ પહેલાં બનેલી મારામારીની ઘટનામાં મહેસાણા બીજા અધિક જ્યુ. મેજીસ્ટ્રેટે 2 આરોપીઓને દોષિત ઠેરવી 3 વર્ષની સાદી કેસની સજા અને રૂ.5000 દંડનો હુકમ કર્યો છે. ગોઝારિયા સર્કલ પાસે 25 ઓક્ટોબર 2017ના રોજ કેતન ધુળાભાઇ પ્રજાપતિ સહિત 2 જણા બાઇક લઇને ઉભા હતા.

ત્યારે માણસાના ખરણાના સંજય પટેલ અને ગોઝારિયાના રાહુલ પટેલે આવીને તું મને ગાળો કેમ બોલે છે તેમ કહેતાં કેતને મેં કોઇ દિવસ ગાળો બોલી નથી તેમ કહેતાં ઉશ્કેરાઇ ગયેલા  શખ્સોએ કેતનને માર માર્યો હતો. જેમાં તેમને ફેક્ચર થયું હતું.

જ્યારે તેમને બચાવવા જતાં અન્ય બેને પણ આ શખ્સોએ માર માર્યો હતો. આ બનાવ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ જજ અહીં એમ.એલ. ચોથાણીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ. આર. પ્રજાપતિએ કરેલી દલીલો ધ્યાને લઇ કોર્ટે સંજય બળદેવભાઇ પટેલ અને રાહુલ ઉર્ફે રીન્કુ વિષ્ણુભાઇ પટેલને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.5000 દંડ ફટકાર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.