મહેસાણાના બુટલેગરની હત્યા કરનારી પત્નીના રેગ્યુલર જામીન કોર્ટ ફગાવ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણાના બુટલેગર ગોપાલ ઠાકોરની તેની પત્ની અને સાળાએ હત્યા કરી હતી. આ કેસમાં હત્યા કરનાર પત્નીએ રેગ્યુલર જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. મહેસાણા શહેરમાં થોડા માસ અગાઉ નામચીન બુટલેગર ગોપાલ ઠાકોરની ગણપતિ મંદિર રોડ પાસે તેના જ મકાનમાં રાત્રિ દરમિયાન તેની પત્ની અને તેના સાળાએ મળી હત્યા કરી હતી. બાદમાં ગોપાલ ઠાકોરની પત્નીએ ખુદ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યા કર્યા બાદ હાજર થઈ ગઈ હતી.

જે કેસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી હતી. આ કેસમાં આરોપી કેશર ગોપાળજી ઠાકોર અને સુરેશજી પ્રધાનજી ઠાકોરને પોલીસે ઝડપ્યાં બાદ મહેસાણા ગોપાળ ઠાકોરની પત્નીએ ચાર્જશીટ પછીની રેગ્યુલર જમીન માટે કોર્ટમાં અરજી કરી હતી. બાદમાં સરકારી વકીલ ભરત પટેલે કોર્ટ સમક્ષ પોતાની દલીલો મૂકી હતી અને કોર્ટ દલીલો ગ્રાહ્ય રાખી હત્યા કરનારી પત્નીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.