પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની વરણી પર વિવાદ, વિપક્ષે વરણીને ગણાવી ગેરકાયદેસર…..

May 22, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કારોબારી ચેરમેનની નિમણૂક તેમજ ઓફિસ ફાળવણીના મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો આ મામલે વિપક્ષ અને ચીફ ઓફિસર સામસામે આવી ગયા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી વિપક્ષનો આક્ષેપ કે 19મે 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભાના એજન્ડામાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો જ ઉલ્લેખ તેમ છતાં શાસક પક્ષ દ્વારા નિયમોને નેવે મૂકીને કારોબારી ચેરમેનની વરણી કરી દેવામાં આવી.

પાટણ જિલ્લામાં તા.29 એપ્રિલ સુધી તહેવારોને પગલે હથિયારબંધી માટે જાહેરનામું  પ્રસિદ્ધ કરાયું | રખેવાળ

વિપક્ષે વધુમાં જણાવ્યું કારોબારી સમિતિની સત્તાવાર નિમણૂક થયા વિના જ નીલમ પટેલના નામની નેમપ્લેટ લગાવી દેવાઈ અને તેમને અલગ ઓફિસ પણ ફાળવી દેવામાં આવી જે કાયદાકીય જોગવાઈઓની વિરુદ્ધ વિપક્ષે ચીફ ઓફિસર પર પક્ષપાતી વલણ રાખવાનો આરોપ લગાવી તાત્કાલિક નેમપ્લેટ દૂર કરવાની માંગ કરી બીજી તરફ, ચીફ ઓફિસર હિરલબેને આ મામલે વહીવટી સ્પષ્ટતા કરતા જણાવ્યું ચેરમેનની વરણી ગેરબંધારણીય હોવાનો નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય ઉલ્લેખ નથી.

Patan Municipality Controversy: Opposition vs Chief Officer on Appointment

શાસક અને વિપક્ષ વચ્ચેની રાજકીય નિવેદનબાજી સાથે વહીવટી તંત્રને કોઈ લેવાદેવા નથી નગરપાલિકા અધિનિયમ મુજબ ચેરમેન કે પ્રમુખ માટે કેબિન બનાવવી એ ખોટી બાબત નથી, તેમજ નેમપ્લેટ લગાવવા કે ઓફિસમાં બેસવા પર કોઈ કાયદાકીય મનાઈ નથી કારોબારી ચેરમેન તરીકે જાહેર થયેલી વ્યક્તિ સત્તાવાર સરકારી કામકાજ ન કરી શકે પરંતુ પ્રિમાઈસીસમાં બેસી શકે નિયમોમાં ચેમ્બર ન ફાળવવી તેવી કોઈ જોગવાઈ નથી ચીફ ઓફિસરે આ સમગ્ર મુદ્દે વિપક્ષને લેખિતમાં સત્તાવાર જવાબ આપવાની ખાતરી આપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0