જંગલમાં મંગલ, વડોદરામાં બિલ્ડરોને ફાયદો કરાવવા રાતોરાત 70 લાખના ખર્ચે રોડ બનાવતા વિવાદ

February 22, 2022

ગરવી તાકાત વડોદરા: છાણીમાં ખેતરોની વચ્ચે પાલિકાએ રાતોરાત 70 લાખના ખર્ચે રોડ બનાવી દેતા એક મોટો વિવાદ સર્જાયો છે. વોર્ડ 1ના કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોએ જંગલમાં રોડ શોધી કાઢ્યો હતો. બજેટમાં જોગવાઈ ન હોવા છતાં રોડ પ્રોજેક્ટના અધિકારીએ રોડની કામગીરી કરી હતી. બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જંગલમાં આ રોડ બનાવાયો હોવાનું સામે આવ્યું છે.

બીજી બાજુ આ કૌભાંડમાં ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ દબાણ કરતાં અધિકારીએ જંગવમાં રોડ બનાવ્યો હોવાનું ખૂલ્યું છે. જંગલો વચ્ચે 18 મીટર પહોળા અને 350 મીટર લાંબા રોડ બનાવાયો છે. છાણી પોલીસ સ્ટેશનથી સોખડા તરફના ટીપી સ્કીમ નંબર 49ના વિસ્તારમાં રોડ બનાવાયો છે. આ રોડ પાસ કરાવવા માટે સ્વર્ણિમની ગ્રાન્ટમાં બે કામો ઉમેરી દેવાયા છે. રોડ બનાવતા પહેલા નીચે પાણી, ડ્રેનેજ લાઇન ન નાખી, સ્ટ્રીટ લાઈટ પણ નાખવાની બાકી છે, તેમ છતાં રાતોરાત રોડ બનાવવામાં આવ્યો છે. હવે ફરીથી પાણી, ડ્રેનેજ લાઇન નાખવા રોડ ખોદવો પડશે અને પ્રજાના નાણાંનો વેડફાટ થશે.

આ કૌભાંડમાં સમા વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તેમજ બિલ્ડર પરાક્રમસિંહ જાડેજાએ અધિકારી પર દબાણ કરીને ખેતરોમાંથી રોડ બનાવડાવ્યો હોવાની વાતો રાજકીય મોરચે જોરશોરથી ચાલી રહી છે. 18 મીટર પહોળો અને 350 મીટર લાંબો રોડ છે. જેના ડેડએન્ડ પાસે ખેતર આવી જાય છે. ત્યાં અંડર ગ્રાઉન્ડ સર્વિસ લાઈનો પણ નાખી નથી. જ્યાં રોડ બનાવાયો છે તેની આસપાસમાં ચારેબાજુ ખેતરો જ છે. ત્યાં કોઈ લોકો રહેતા નથી. છેલ્લાં ત્રણ દિવસથી તો 24 કલાક કામગીરી ચાલી રહી છે.

પરાક્રમસિંહે દબાણ કરતા રોડ પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણે રોડ બનાવડાવ્યો હોવાનુ ચર્ચાય છે. હવે આ ઘટનામાં જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માગ ઉઠી છે. અગાઉ રાજેશ ચૌહાણ પાણીકાંડમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

— લોકો રહે છે ત્યાં રોડ આપો: કૉંગ્રેસ કોર્પોરેટર્સ:
વોર્ડ 1ના કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, છાણીથી દુમાડ સુધીનો પણ રોડ બનાવતા નથી ત્યાં જંગલમાં મંગલની જેમ ખેતરોની વચ્ચેથી રોડ બનાવી દીધો છે. જંગલમાં રોડ બનાવે છે તે સામે વાંધો નથી પરંતુ રોડ માટે ક્યાં પ્રાયોરિટી આપવી તે નક્કી કરવી જોઈએ.

–પરાક્રમસિંહ જાડેજાનું નિવેદન: 
જ્યાં ટીપી પડી છે ત્યાં રસ્તાઓ બનાવવા માટે મે સૂચનો કર્યા હતા. માત્ર છાણીની આ ટીપી સ્કીમ નહીં બધા જ ટીપી સ્કીમોમાં આ રીતે રોડ, પાણી, ગટરની સુવિધા આપવા મે સૂચનો કર્યા હતા. મે અગાઉ 33 રોડ બનાવવા સૂચનો કર્યા હતા. તેમજ બજેટમાં પણ 18 રોડ બનાવવા માટે સૂચનો આપ્યા હતા. મે કોઈ દબાણ કર્યુ ન હતુ, પરંતુ કોર્પોરેટર તરીકે સૂચનો કર્યા હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0