અગાઉ ગોઝારીયાને તાલુકો જાહેર કર્યા બાદ તેનો વિરોધ થયો હતો 2012 મા સરકારે ગોઝારીયાને તાલુકા મથક બનાવી કચેરી માટે જરુરી મહેકમ મંજુર પણ કર્યુ હતું
ગોઝારીયાને તાલુકો બનાવવાની દરખાસ્ત સરકાર સમક્ષ મુકાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દરખાસ્તને આધારે સૂચનો મંગાવ્યા
ગરવી તાકાત, મહેસાણા તા. 04- મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ગોઝારીયા નવો તાલુકો બનાવવા કવાયત હાથ ધરાઈ છે. ગાંધીનગર અને મહેસાણા જીલ્લાના ગામોનો નવા તાલુકામા સમાવેશ કરાશે. બંને જીલ્લાઓ પાસેથી જરુરી કામગીરી પુર્ણ કરી પુર્તતા કરવા સુચના અપાઈ છે. આ તાલુકામાં જે ગામોના સમાવેશ થવાના છે તેમના પંચાયતના ઠરાવ, સાસંદ અને ધારાસભ્ય ના સંમતિ પત્ર મંગાવાયા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોઝારીયાને તાલુકો જાહેર કર્યા બાદ તેનો વિરોધ થયો હતો. 2012 મા સરકારે ગોઝારીયાને તાલુકા મથક બનાવી કચેરી માટે જરુરી મહેકમ મંજુર પણ કર્યુ હતું. હવે વિજાપુર, માણસા, મહેસાણા, વિસનગર, કડી, કલોલ તાલુકાના ગામો નવા તાલુકામાં લેવાશે.

મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારીયા ગામને તાલુકાનો દરજ્જો આપવાનું ભૂત અનેકવાર ધૂણ્યું છે. ત્યારે આ અંગે હવે મોટી હલચલ સરકાર તરફથી થઈ છે. રાજ્ય સરકાર પાસે વધુ એક તાલુકો બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ગોઝારીયાને તાલુકો બનાવવાની દરખાસ્ત સરકાર સમક્ષ મુકાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દરખાસ્તને આધારે સૂચનો મંગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા ગોઝારીયા ગામના આગેવાનો અને આસપાસના ગામડાના આગેવાનો ભેગા થઈ ગોઝારીયા વાગને તાલુકાનો દરજ્જો આપવામાં આવે એવી રજુઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. 34 થી વધુ ગામડા એક સહમત થઈ ગોઝારીયા ગામને તાલુકો જાહેર કરવા આજે તમામ આગેવાનો ભેગા થઈ કલેક્ટર ને લેખિત માં રજુઆત કરવામાં આવી હતી.
અગાઉ જિલ્લામાં જોટાણા અને ગોઝારીયા એમ બે નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી હતી. જે સમયે પણ કુકરવાડા અને લાંઘણજને પણ તાલુકો બનાવવા માંગ ઉઠી હતી. વિવાદના વંટોળ વચ્ચે છેવટે જોટાણાને તાલુકાનો દરજ્જો અપાયો હતો અને ગોઝારીયાની બાદબાકી કરવામાં આવી હતી. જેને પગલે ગોઝારીયાના ગ્રામજનો દ્વારા પણ ઉગ્ર દેખાવ કરાયા હતા.


