મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ અટકવાનું નામન નથી લેતી, ગઈકાલે જ કડી તાલુકામાં એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. તેમજ તેના આગળના દિવસે મામલતદાર કચેરીમાં પાર્ક કરેલી મર્શિડીઝ ગાડીમાંથી તસ્કરો 1 લાખ ઉઠાવી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. ત્યારે ફરીએક વાર કડીના કલ્યાણપુરામાં વેપારીની પાર્ક કરેલી સ્વીફ્ટ ગાડીનો કાચ તોડી રૂપિયા ચોરી જવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે
મહેસાણા જિલ્લાનું કડી મીની યુપીજે તરીકે ઓ ળખવાલાગ્યું છે. જ્યાં દિવસેને દિવસે લૂંટ અને ચોરીની ઘટનાઓ બનવાની હવે કોઈ નવાઈ રહી નથી. ગઈકાલે કડી તાલુકાના કલ્યાણપુરા ખાતે એક વેપારીએ પોતાની ગાડી પાર્કિગમાં પાર્ક કરી કામકાજ અર્થ ગયા હતા, ત્યાં તસ્કરો ગાડીના કાચ તોડી 35 હજાર ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા
કડી શહેરમાં આવેલા અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા અને કટલરીનો વેપાર કરતા 55 વર્ષીય જયરામભાઈ પટેલ પોતાના નિત્ય ક્રમ મુજબ સવારે આઠ કલાકે પોતાની સ્વીફ્ટ ગાડી લઈને કલ્યાણપુરામાં આવેલી તેઓની દુકાન પર ગયા હતા. જ્યાં તેઓએ પોતાની સ્વીફ્ટ ગાડી પટેલ કોમ્પલેક્ષના રોડની બાજુમાં લોક કરીને પાર્ક કરી હતી. બાજુમાં બટુક ભોજનનું આયોજન હતું ત્યાં વેપારી સેવા આપવામાં ગયા હતા. બાદમાં દુકાને પરત આવ્યા એ દરમિયાન અજાણ્યા ઈસમો ગાડીના કાચ તોડી પર્સ અને તેમાં મુકેલા 35 હજાર ઉઠાવી ગયા હતા
તસ્કરો વેપારીના બેંકની પાસબુક, રોકડ રકમ ગાડીની આરસીબુક, સહિત જરૂરી ડોક્યુમેન્ટ લઇ રફુચક્કર થયા હતા. બાદમાં વેપારીએ બાવલું પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો સામે ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી