મહેસાણામાં ઉંચી ઇમારતોનું નિર્માણ પરંતુ ફાયર સ્ટેશન પાસે ત્રણ માળથી ઉંચી સીડી જ નથી 

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા પાલિકા મહાનગરપાલિકા બનવા જઇ રહી છે અને ફાયર સ્ટેશન પાસે ત્રણ માળથી ઉંચી સીડી જ નથી 

ત્રણ માળથી ઉંચી ઇમારતમાં આગની દુર્ઘટના સર્જાય તો ભોગ બનનાર તો રામ ભરોસે 

મહેસાણાના ફાયર સ્ટેશન વિભાગમાં કર્મચારીઓના 23ના મહેકમ સામે માત્ર 16 કર્મચારી 

મહેસાણા ફાયર સ્ટેશન દુર્ઘટના સમયે આઉટ સોર્સિંગના ભરોસે  

ગરવી તાકાત, મહેસાણા તા. 05 – મહેસાણામાં ઉંચી ઉંચી ઇમારતો નિર્માણ પામી રહી છે શહેરનો કૂદકેને ભૂસકે વિકાસ થઇ રહ્યો છે. હવે આગામી સમયમાં મહેસાણા નગરપાલિકા મહા નગરપાલિકા બનવા જઇ રહી છે ત્યારે આ સંજોગોમાં મહેસાણા નગરપાલિકા પાસે આજે ફાયર સ્ટેશન પાસે માત્ર ત્રણ માળથી ઉંચી સીડી જ નથી. તો બીજી તરફ ઉંચી ઉંચી ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં આગની ઘટના ત્રણ માળથી વધુની ઇમારતમાં સર્જાય તો મહેસાણા નગરપાલિકાના બુથ્થા ફાયર સ્ટેશન વિભાગમાં ત્રણ માળથી વધુની સીડી ન હોવાના કારણે  કોઇ મોટી આગની દુર્ઘટના સર્જાય તો મહેસાણા પાલિકાના સત્તાધીશો માત્ર આગની ઘટનાનો નજારો જોયા સિવાય કંઇ કરી શકે તેમ નથી.

તો બીજી તરફ મહેસાણા નગરપાલિકાના ફાયર સ્ટેશન પાસે જરૂરી આગની ઘટનાના સમયે આગને તુરંત અને ઝડપી કાબુમાં લઇ શકાય તે પ્રકારના સાધનોનો પણ સદંતર અભાવ છે. કોઇ ઉંચી ઇમારતમાં આગ લાગે તો આગ કેવી રીતે બુજાવવી તે એક સવાલ છે. આટલું ઓછુ પડતું હોય તેમ ફાયર સ્ટેશન વિભાગમાં સ્વીમીંગ કે અન્ય કોઇ આગને બુઝાવવાનો સદંતર અભાવ હોય તેવા બે ડ્રાઇવર ફાયર સ્ટેશનમાં મુકવામાં આવ્યાં છે. કોઇ ઇમરજન્સીની ઘટનામાં આ કાયમી ડ્રાઇવર નાકામ સાબિત થાય તેવા હોવા છતાં ફાયર સ્ટેશનમાં અનુભવ વિહીન ડ્રાઇવરો મુકવામાં આવ્યાં છે.

મહેસાણા ફાયર સ્ટેશનમાં 23 આઉટ સોર્સના કર્મચારીઓ ફરજ બજાવે છે. મહેસાણા ફાયર સ્ટેશન આઉટ સોર્સના ભરોસે કામગીરી કરી રહ્યા છે. ફાયર સમિતિના ચેરમેનને મતે હાલ જે કોલ આવે છે તે મુજબ 150 કર્મચારીની જરૂર છે. જ્યારે આ બાબતે ફાયર સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, કાયમી 21 કર્મચારીઓનું મહેકમ છે જેની સામે હાલ માત્ર 16 કર્મચારીઓ જ ફાયર વિભાગમાં ફરજ બજાવે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.