આવતા સપ્ટેમ્બરે કોંગ્રેેંસને તેના પુર્ણકાલીન અધ્યક્ષ મળી જશે !

શેર કરવા અહીં ક્લિક કરો.

દેશની સૌથા જૂની પાર્ટી કોંગ્રેસને પૂર્ણકાલીન અધ્યક્ષ ‘ટૂંક સમયમાં મળી શકે છે.,એક વરિષ્ઠ સભ્યના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટીને તેના પૂર્ણકાલીન અધ્યક્ષ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં મળી જશે. પાર્ટીનું નેતૃત્વ હાલમાં વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી કરી રહ્યા છે,ગત લોકસભામાં પાર્ટીની હાર બાદ તેમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કાર્યભાર સોનિયા ગાંધી સંભાળી રહ્યા છે.

કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકારી સમિતિ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મિસ્ત્રીને ટાંકીને કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નક્કી કરેલા શેડ્યૂલ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જશે. તે જાણીતું છે કે પાર્ટી ઘણા રાજ્યોમાં આંતરિક કલહનો સામનો કરી રહી છે. વધુમાં, પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ ખુલ્લેઆમ વ્યાપક ફેરફારો અને સંગઠનાત્મક પુનર્ગઠન માટે હાકલ કરી રહ્યા છે. અગાઉની સીડબ્લ્યુસી બેઠકોમાં, સોનિયાએ કહ્યું હતું કે કોંગ્રેસના પુનરુત્થાન માટે “આત્મ-નિયંત્રણ, શિસ્ત, એકતા અને પક્ષના હિતોને સર્વોપરી રાખવા” જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીએ આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ “નિઃશંકપણે, અમે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ”. તેમણે એમ પણ કહ્યું કે જાે “આપણે એક થઈશું, જાે આપણે શિસ્તબદ્ધ હોઈશું અને જાે આપણે ફક્ત પક્ષના હિત પર ધ્યાન કેન્દ્રિત કરીશું, તો મને ખાતરી છે કે આપણે સારું કરીશું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.