સિધ્ધપુરમાં કોંગ્રેસ દ્વારા અસહ્ય મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવવધારા તેમજ NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ સામે વિરોધ પ્રદર્શન…

June 18, 2026

ગરવી તાકાત સિધ્ધપુર : સિધ્ધપુરમાં કોંગ્રેસ દ્વારા અસહ્ય મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવવધારા તેમજ NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ કચેરી સામે ઉગ્ર ધરણા કર્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું ધરણા પ્રદર્શન દરમિયાન પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું સામાન્ય માણસ, ખેડૂત મજૂર અને ગૃહિણીઓ મોંઘવારીના બોજ હેઠળ દબાઈ રહ્યા ડીઝલ, પેટ્રોલ અને રસોઈગેસના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું.

Sidhpur Congress Protests Inflation & NEET Leak; Chandanji Thakor Leads

તેમણે સરકાર પર પ્રજાની આર્થિક સંકટ પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો NEET પરીક્ષા કૌભાંડ અંગે આક્રોશ વ્યક્ત કરતા ઠાકોરે ઉમેર્યું એક તરફ વાલીઓ પોતાના સંતાનોને ભણાવવા માટે સંઘર્ષ કરે ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપરો ખુલ્લેઆમ લીક થઈ રહ્યા શિક્ષણના વ્યાપારીકરણથી દેશના હોનહાર અને મહેનતુ યુવાનોના ભવિષ્ય સાથે ક્રૂર મજાક થઈ રહી તેમણે આ કૌભાંડી સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર ન હોવાનું જણાવ્યું કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં પેટ્રોલ, ડીઝલ, રસોઈગેસ.

Sidhpur Congress Protests Inflation & NEET Leak; Chandanji Thakor Leads

અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં તાત્કાલિક ઘટાડો કરવાનો સમાવેશ થાય આ ઉપરાંત, NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડની તટસ્થ તપાસ કરી મુખ્ય સૂત્રધારો સામે કડક કાનૂની પગલાં લેવા અને શિક્ષણમાં પારદર્શિતા લાવવા માટે પણ માંગ કરવામાં આવી ધરણા પ્રદર્શન બાદ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને સિધ્ધપુર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરીને આ સળગતા પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરી આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને સ્થાનિક નાગરિકો આક્રોશ સાથે જોડાયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0