સોમનાથથી નીકળેલી કોંગ્રેસ પરિવર્તન યાત્રાનું સુઇગામ ખાતે સમાપન

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિવિધ જિલ્લામાં ફરીને આવેલી કોંગ્રેસ પરિવર્તન યાત્રામાં કોંગ્રેસ ના હજારો કાર્યક્રરો જોડાયા :

ગરવી તાકાત સુઇગામ :  પ્રદેશયુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પરિવર્તન યાત્રા નું આયોજન કરાયું હતું ત્યારે સૌ પ્રથમ વાર અંબાજી પ્રસ્થાન કરીને વિવિધ જિલ્લામાં યાત્રા ફરી હતી અને તેનું સમાપન ઉંમરગામ કરાયું હતું ત્યારે બાદ બીજો તબકો સોમનાથ થી કોંગ્રેસ પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું ત્યારે વિવિધ જિલ્લા તાલુકા માં કોંગ્રેસ ના રાહુલ ગાંધી જે 8 વચનો ગુજરાતની જનતા ને કોંગ્રેસ ની સરકાર બનશે ત્યારે 8 વચનો પૂર્ણ કરશે જેના ભાગ રૂપે આજે કોંગ્રેસની પરિવર્તન યાત્રા વાવ વિધાનસભા મત વિસ્તારમાં આવી પોહચી હતી ત્યારે કોંગ્રેસના વાવ વિધાનસભા મત વિસ્તારના લોકો એ બાઇક રેલી સાથે ગામડે ગામડે પરિવર્તન યાત્રા નું ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
સાથે કોંગ્રેસ પરિવર્તન યાત્રા સાંજે સુઇગામ ખાતે આવી પોહચી હતી જે યાત્રા બાદ સુઇગામ ખાતે સભા માં ફેરવાઈ હતી જેમાં થરાદ ના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપુતે ભાજપ નું સૂત્ર આપ્યું હતું કે  આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી સૂત્રો સાથે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા સાથે સુઇગામ ગામની જનતા ને જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર ને રાજપૂત સમાજ બધા એક થઇ ને ગેનીબેન ઠાકોર ને આપણે સૌએ મત આપવાનો છે સાથે વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચન માં જણાવ્યું હતું કે જ્યારે હું સુઇગામ ખાતે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે હું મારું ફોર્મ ભરવા આવી ત્યારે એક જાહેર સભામાં મેં સુઇગામ તાલુકાને વચન આપ્યું હતું
કે હું ધારાસભ્યમાં જીત મેળવી તો આ સુઇગામ તાલુકાને કેનાલ નું પાણી જ્યાં નહિ મળતું ત્યાં અલગથી કેનાલ બને અને જ્યાં ખેડૂતોને પાણી નહિ મળતું ત્યાં મળતું થાય ત્યારે આજે કોંગ્રેસ પરિવર્તન યાત્રા સુઇગામ ખાતે પોહચી છે અને ત્યારે રાજ્ય સરકાર પાસે અલગ કેનાલ ની માગણી કરેલી હતી તે મંજુર થઇ ને તે કેનાલ નું કામ પણ ચાલુ થઇ ગયું છે જેનો મને ગર્વ છે ત્યારે સૌ લોકોએ તાળીઓ ના ગગડાથી ગેનીબેન ઠાકોર ને વધાવી લીધા હતા સાથે કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રયા હતા.
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.