ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડીયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડિયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી
આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ
ગરવી તાકાત, સુરત તા. 03 – ટીક ટોકથી સોશ્યલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગનાર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના બિલ્ડર વધુ કાત્રોડીયાને ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરાઈ છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરી થી પૈસા કઢાવવા ઈચ્છતો હતો અને એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડીયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.

આ કેસમાં ફરિયાદીને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડીયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડિયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો instagram તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.