મહેસાણા : વિસનગર તાલુકાના કડા ગામમાં ગાડી પાર્કિંગના મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટનામાં બે પક્ષો વચ્ચે સામસામે ફરિયાદો નોંધાઈ છે.એક તરફ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકબા ચાવડાના પતિ જસવંતજી ભુરાજીએ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, ફૌજી હોટલ તોડવાના મુદ્દે અનોપસિંહ વિક્રમજી અને હિતેન્દ્રસિંહ વિક્રમસિંહે તેમના ઘરે આવીને ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન તેમનો સોનાનો દોરો પણ ખેંચી ગયા હતા બીજી તરફ, અનોપસિંહ વિક્રમજીએ સામે ફરિયાદ નોંધાવી તેમણે આરોપ મૂક્યો કે જ્યારે તેઓ રોડની બાજુમાં ગાડી પાર્ક કરીને ઊભા ત્યારે જસવંતજી, ભુરાજી નથાજી, દિવ્યરાજસિંહ નયનસિંહ, નયનસિંહ ભુરાજી અને નીતાબા નયનસિંહે તેમના પર હુમલો કર્યો.
આરોપ મુજબ, આ 5 વ્યક્તિઓએ ગાડી પાર્કિંગના મુદ્દે અપશબ્દો બોલ્યા તેમજ ધોકા અને લોખંડની પાઈપથી મારામારી કરી હતી. આ ઉપરાંત ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી.


