ગરવી તાકાત મહેસાણા : કંપનીમાં નોકરી કરીને મહેસાણામાં રહેતી યુવતીનો પીછો કરી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતા ઊંઝાના પળી ગામના રોમિયો વિરુદ્ધ યુવતીએ મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી. મહેસાણા તાલુકાના ગામડાની અને છેલ્લા કેટલાક સમયથી મહેસાણા રહેતી 23 વર્ષની યુવતી છત્રાલની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને રાધનપુર ચાર રસ્તાથી કંપનીની બસમાં અપડાઉન કરે.
![]()
અગાઉ તેના પરિચયમાં આવેલ અને મિત્રતા થયેલ ઊંઝા તાલુકાના પળી ગામના કપિલસિંહ અમરતસિંહ રાજપૂત સાથે ત્રણ મહિના પૂર્વે સંબંધો કાપી નાખ્યા હતા. જેને લઇ કપિલસિંહે યુવતીની ખાનગી કંપનીની બસનો રાધનપુર ચોકડીથી પીછો કરી હાઇવે પર પોતાની બાઇક બસની આગળ ઊભી કરી દીધી.
![]()
અને યુવતીને નીચે ઉતારી ગાળો બોલી પ્રેમસંબંધ નહીં. રાખે તો લાંબુ થશેની ધમકી આપતાં યુવતીએ તેના ભાઈને બોલાવ્યો.કપિલસિંહે તેને પણ લાફો મારીને ધમકી આપતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકે કપિલસિંહ રાજપૂત સામે ફરિયાદ નોંધાવી.


