રૂપિયા 3000 ભરી હરિદ્વાર કથા સાંભળવા જાઓ અને કથા સાંભળી પૈસા પરત પણ મેળવી લેવાની ઠગાઇ સ્કીમ કરી
ગરવી તાકાત, મહેસાણા તા. 05 – ભગવાનના નામે છેતરપિંડી મહેસાણામાં બે ગઠીયાએ લોકોને હરિદ્વાર કથા સાંભળવા લઈ જવાના બહાને છેતરપિંડી કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 3000 ભરી હરિદ્વાર કથા સાંભળવા જાઓ અને કથા સાંભળી પૈસા પરત પણ મેળવી લો આવી અનોખી સ્કીમ બનાવી ભગવાનના નામે પણ લોકો સાથે ઠગાઈ કરી હતી.
હરિદ્વારમાં જઈને કથા સાંભળો અને રોજના ₹500 તથા સાંભળવાના મેળવો . આવી અનોખી સ્કીમ બનાવી પહેલા રૂપિયા 3000 ભરાવડાવી મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી નો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે બે ગયાએ ગામના જ લોકોનું કરી નાખ્યું. હરિદ્વારમાં કથા સાંભળવા જવું હોય તો પહેલા રૂપિયા 3000 ભરો અને છ દિવસ કથા સાંભળવા રોજના રૂપિયા 500 પરત મેળવો આવી સ્કીમ જણાવી લોકો પાસેથી બે ગઠીયા હોય પૈસા મેળવ્યા હતા. ગઠીયા એ લોકોને હરિદ્વાર જવાની તારીખ 19 નવેમ્બર થી 25 નવેમ્બર જણાવતી હતી. હરિદ્વાર જવાની તારીખ આવી ગઈ પણ હરિદ્વાર જવાની કોઈ તૈયારી જણાય નહીં. હરિદ્વાર લઇ ન જતા લોકોએ ગઠિયા પાસે પૈસા પરત માગ્યા. ત્યારે ગઠિયાએ ફોન સ્વીચ ઓફ કરી નાખતા ગામ લોકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું.
છેતરપિંડી થતાં જ કુકરવાડા ગામના બ્રિજેશ પટેલ નામના ફરિયાદીએ વિજાપુરના વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ ફરીયાદીના રૂ.૯૦૦૦ અને અન્ય લોકોના કુલ મળી રૂ.૧,૮૫,૦૦૦/- ની ઠગાઈ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેમાં કુકરવાડા સહિત આસપાસના ગામના લોકોના પૈસા ભરાવી આરોપી ફરાર થઈ ગયા હતા. સ્કીમ બનાવનાર ના લઈ ગયો હરિદ્વાર કે ના આપ્યા પૈસા. ફરિયાદી એ આરોપી લખવારા (મારવાડી) ચેતન રહે.કુકરવાડા, મૂળ સિરોહી, રાજસ્થાન અને કૌશિક ચંદુભાઇ મોદી રહે.કુકરવાડા વિરૂદ્ધ ફરિયાદી બ્રિજેશ બિપિનચંદ્ર શંકરલાલ પટેલે વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વસાઈ પોલીસે બંને આરોપીઓ ને પકડી પાડી બે દિવસના રિમાન્ડ પર તપાસ શરૂ કરી છે.