— સરપંચોને વિવિધ બાબતોની જાણકારી માટે :
— ડિસેમ્બર-2021માં નવા ચૂંટાયેલા સરપંચોને વિવિધ બાબતોની માહિતી અ૫ાશે :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પંચાયત હોલ ખાતે મહેસાણા તાલુકાના ૩૧ સરપંચોેના તાલીમ કાર્યક્રમનો સોમવારથી પ્રારંભ થયો હતો. ૪ દિવસ સુધી ડિસેમ્બર-૨૦૨૧ માં નવા ચૂંટાયેલાં ૧૬૦ સરપંચોને અલગ-અલગ દિવસે બોલાવીને કાયદાકીય, યોજનાકીય અને ગ્રાન્ટ સહિતની બાબતો અંગે તાલીમ અપાશે.
જિલ્લા પંચાયત હોલ ખાતે સરપંચોના તાલીમ કાર્યક્રમનો જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, કારોબારી ચેરમેન હરી પટેલ,ડીડીઓ ડો. ઓમપ્રકાશની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. પ્રથમ દિવસે મહેસાણા તાલુકાના ૩૧ સરપંચોને તાલીમ અપાઈ હતી. ૪ મેના રોજ વિજાપુર, વિસનગર અને ઊંઝાના ૪૩, ૫ મેના રોજ સતલાસણા, વડનગર, ખેરાલુ અને જોટાણાના ૧૩ અને ૬ મેના રોજ કડી અને બેચરાજીના ૪૭ સરપંચોને તાલીમ અપાશે. ૪ દિવસ દરમિયાન અલગ-અલગ તાલુકાના ૧૬૦ સરપંચોને બોલાવીને પંચાયતી પ્રક્રીયા સહિતની બાબતો અંગે સ્ટેટ ઈન્સ્ટીટયુટ ઓફ રૃરલ ડેવલપમેન્ટના નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવનાર છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે સરપંચોેને નાણાપંચની ગ્રાન્ટ,સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી માટેનું આયોજન,છેવાડના માનવીની યોજનાઓ,પંચાયત ધારો સહિત સરપંચની ફરજો,સત્તાઓ બાબતો પર ગહન તાલીમ મેળવી ગામના વિકાસ માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.


